ડભોઇ,
ડભોઇ તાલુકા ડેપો પાસે આવેલું પંચાયત આઇસીડીએસ ના સુપરવાઇઝર નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તાલુકા પંચાયતની આઈસીડીએસ કચેરી મા બે-ત્રણ દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ તાલુકા પંચાયત કચેરી નો એક જ દરવાજો હોય, આઈસીડીએસ કચેરી ને માત્ર બંધ કરવી એ અસલામતી ભર્યુ મનાઇ રહ્યું છે. તાલુકા પંચાયત કચેરીએ થી જાણવા મળ્યા મુજબ આવતીકાલે જિલ્લા વિકાસ અધિકારી તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લેવાના હોય, તાલુકા પંચાયત કચેરી બંધ કરવા રજૂઆત કરનાર હોવાની વિગત જાણવા મળી છે. આઇસીડીએસ ના શહેર તાલુકા માં 199 સેન્ટર આવેલા છે, ત્યારે સ્થિતિ વિસ્ફોટક બને તો નવાઈ નહીં. તાલુકા પંચાયત કચેરીના તલાટી અને તાલુકાના નાગરિક અવારનવાર મુલાકાતે આવતા હોવાને લઇ સંક્રમણની સંખ્યા વધે તેવી શક્યતાઓને નકારી શકાય એમ નથી.
રિપોર્ટર : હુસેન મન્સૂરી, ડભોઇ