આહીર સમાજની બાજુમાં આવેલ કોમન પ્લોટમાં કેબિનેટ મંત્રી આર.સી.ફળદુની ગ્રાન્ટમાંથી અંદાજીત ૩૫ લાખના ખર્ચના સી. સી. બ્લોકના કામનું ખાતમુહુર્ત

જામનગર,

આહીર સમાજની બાજુમાં આવેલ કોમન પ્લોટમાં કેબિનેટ મંત્રી આર.સી.ફળદુની ગ્રાન્ટમાંથી અંદાજીત ૩૫ લાખના ખર્ચના સી. સી. બ્લોકના કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

આ કામનું મંત્રી આર.સી.ફળદુ અને સાંસદ પૂનમબેન માડમના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેયર હસમુખભાઈ જેઠવા, ડેપ્યુટી મેયર કરશનભાઈ કરમુર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષભાઈ જોશી, શાસક પક્ષના નેતા દિવ્યેશભાઈ અકબરી, કોર્પોરેટર ગોપાલભાઈ સોરઠીયા તથા વોર્ડના અન્ય કોર્પોરેટરઓ, આહિર સમાજના અગ્રણીઓ, પટેલ સમાજના અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : આસનદાસ ટેકાણી, જામનગર

Related posts

Leave a Comment