સુરત,
સુરત શહેરનાં સહારા દરવાજા વિસ્તારમાં ટી.આર.બી જવાનનો લુખ્ખાગિરી કરતો વીડિયો વાઈરલ થતાં ચકચાર મચી જવા પામી છે. વીડિયોમાં ગાડી ચાલક સાથે ખુલ્લેઆમ દાદાગીરી કરી અને માસ્ક સુદ્ધા પહેરવાની તસ્દી લીધી ન હતી. ટી.આર.બી ના જવાનને ગાડી પકડવાનો હક નથી તો વાહનચાલકને ધક્કા મારવાનો અધિકારી કોણે આપ્યો.? ગાડી ઝૂંટવી લઈ વાહનચાલક સાથે તોછડાઈ ભયુ વર્તન વીડીયો માં સ્પષ્ટપણે દેખાઈ આવે છે. ટી.આર.બી. ની કામગીરી ને લઈ અગાઉ અનેક વિવાદિત કિસ્સાઓ પ્રકાશમાં આવ્યાં છે.
ટી.આર.બી.ના જવાન દ્વારા ટ્રાફિક સંચાલન કરવાને બદલે વાહનચાલકોને પકડી રોકડી કરવામાં મસ્ત ટી.આર.બી.ના જવાને સમગ્ર ટી.આર.બી. ના કર્મચારીઓને બદનામ કર્યા છે. આ ઘટના ખરેખર અનેક સવાલો ઉભા કરી રહી છે. આ ઘટનામાં ટી.આર.બી.ના જવાનની કરાયેલી તપાસમાં સહારા દરવાજા ખાતે આવેલ અને અરૂણ શંકર નામના જવાન દ્વારા રાહદારી સાથે કરાયેલું તોછડું વર્તન બહાર આવ્યું છે. આવા ટી.આર.બી. જવાન સાથે હવે તંત્ર દ્વારા કંઈ રીતે પગલાં લેવામાં આવશે એ જાવાનું રહ્યુ.
રિપોર્ટર: રીયાઝ મેમણ, સુરત