રાજકોટ શહેર જીલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ફિમેલ હેલ્થવર્કર કુલ.૨૫ બહેનોને ફિમેલ હેલ્થ સુપરવાઈઝરમાં પ્રમોશન

રાજકોટ,

રાજકોટ શહેર જીલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવસિયા દ્વારા ઉપરોકત બાબતે સતત રસ લઈને બહેનોને વહેલામાં વહેલ તકે પ્રમોશન મળે એવા સતત પ્રયત્નો કરેલ જેમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.ભંડેરી, ડે.ડી.ડી.ઓ. ગોહિલ તથા વહીવટી અધિકારી ગોંડલીયાના તથા જીલ્લા પંચાયતના વકીલ મુનસા તથા આરોગ્ય શાખાની વહીવિટી ટીમ દ્વારા સતત પ્રયત્નશીલ રહી કામગીરી પૂર્ણ કરી છે. આરોગ્ય કર્મચારીઓના બાકીના પ્રશ્ર્નો વહેલી તકે ઉકેલ આવે એવી અપેક્ષા રાખેલ છે. આ તકે આરોગ્ય મંડળના પ્રમુખ એન.પી.ડઢાણિયા, મહામંત્રી આર.ડી.ગોહિલ, માનસીંગભાઈ, મારૂભાઈ, સોલંકીભાઈ, સહદેવભાઈ, સિધ્ધપરાબેન, કુમારખાણિયા બહેન, ચૌહાણબેન, ડોડીયાભાઈ, સેજાણીભાઈ, લકકડભાઈ, કરણભાઈ, કાથરોટીયાભાઈ દ્વારા આભાર વ્યકત કરવામાં આવેલ છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment