ઓડ સરદાર પટેલ વિનય મંદિર હાઈસ્કૂલમા વિજ્ઞાન મેળો યોજાયો 

હિન્દ ન્યુઝ, આનંદ

      આણંદ જિલ્લાના ઓડ શહેર મા ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આણંદ જીલ્લા શિક્ષણધિકારી કચેરી, આણંદના માર્ગદર્શન હેઠળ એસ.વી. એસ કક્ષાનુ ગણિત- વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૩-૨૦૨૪ નુ આયોજન કરવામા આવ્યું.

જેનો મુખ્ય વિષય સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી હતો. તારીખ- ૬/૧૧/૨૩ ના રોજ ઓડ સરદાર પટેલ વિનય મંદિર હાઈસ્કુલ માં સવારે ૧૧ કલાકે સાંસદ મિતેષભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વિજ્ઞાન મેળા નુ ઉદ્દઘાટન કરવામા આવ્યું.કાયકમની શરુયાત દીપ પ્રાગ્ટય કરી કરવામા આવી.સરદાર પટેલ ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામા આવી.પ્રાર્થના, આવકાર ગીત, સ્વાગત- સન્માન કરવામા આવ્યું.સાંસદ મિતેષભાઈએ પ્રાસંગિક સંબોધન કર્યું. રાષ્ટ્રગીત ગાવામા આવ્યું.

 આ પ્રસંગે આમંત્રિતષ મહેમાનો,મંડળના હોદ્દેદારો, આચાર્ય,શિક્ષણ સ્ટાફગણ, કર્મચારીગણ, શાળાના બાળકો,આગેવાનો હાજર રહી કાર્યકમ સફળ બનાવ્યો. અલગ અલગ શાળા ની ૪૫ કૃતિઓ રજુ કરવામા આવી.સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય પર બાળકો એ કૃતિઓ રજુ કરી હતી.સૌ બાળકો તથા શિક્ષક ભાઈ- બહેનો તથા આયોજકોમા ઉત્સાહ જોવા મળ્યો.

આચાર્યએ તમામ શાળાની કૃતિ રજુ કરનાર બાળકો, શિક્ષક ભાઈ-બહેનોનેા આભાર માન્યો તથા ઓડ કેળવણી મંડળના હોદ્દેદારો, શિક્ષણગણ, સ્ટાફગણ, આયોજકો, શાળાના બાળકોનો સૌનો આભાર માન્યો.

આણંદ બ્યુરોચીફ : ભાવેશ સોની

Related posts

Leave a Comment