નેત્રંગ પો.સ્ટેશનના કોન્સ્ટેબલ અને જીઆરડીને કોરોના પોઝિટીવ, બંને સારવાર અથૅ ખસેડાયા

નેત્રંગ, હિન્દ ન્યૂઝ પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસના પોઝિટીવ કેસના દદીૅઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે,જેમાં નેત્રંગ ટાઉનના ગાંધીબજાર વિસ્તારમાં કોરોના વાયરસથી ૮ જેટલા રહીશો સંક્રમિત થયાના અહેવાલ મળ્યા છે, જ્યારે નેત્રંગ પો.સ્ટેશનના કોન્સ્ટેબલ કમલેશભાઈ સુથાર અને નેત્રંગના કેલ્વીકુવા ગામનો રહીશ પો.સ્ટેશનમાં જીઆરડી તરીકે ફરજ બજાવતો કમલેશ વસાવા પણ કોરોના વાયરસના સંક્રમિત થયા હતા, જેથી વાલીયા ખાતે આવેલ પોલીટેકનીક કોલેજમાં સારવાર અથૅ ખસેડવામાં આવ્યો હતો અને કોન્સ્ટેબલ કમલેશભાઈ સુથારને કોરોનાટાઇન કરી દેવામાં આવ્યા હતા. જ્યારે બીજી બાજુએ નેત્રંગ તાલુકામાં દિવસેને દિવસે કોરોના…

Read More

વાલીયા ખાતે સહકાર મંત્રીની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને કૃષિક્ષેત્રે અમલી બનાવવામાં આવેલ વિવિધ યોજનાઓથી ખેડૂતોને માહિતગાર કરાયા

નેત્રંગ, હિન્દ ન્યૂઝ ભરૂચ જિલ્લાના વાલીયા, ઝધડીઆ, નેત્રંગ એમ ત્રણ તાલુકાના કલ્સ્ટ્રર બનાવી શ્રી રંગ નવચેતન મહિલા આર્ટસ કોલેજ, વાલીયા ખાતે સહકાર રાજયમંત્રી ઇશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા ખેડૂતલક્ષી કાર્યક્રમમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને કૃષિક્ષેત્રે અમલી બનાવવામાં આવેલ વિવિધ યોજનાઓથી ખેડૂતોને માહિતગાર કરાયા હતા. અધ્યક્ષસ્થાનેથી મંત્રીએ જણાવ્યું કે, છેલ્લા ૨૦ વર્ષમાં કૃષિક્ષેત્રે પરિસ્થિતિ બદલાઇ છે, સિંચાઇની પૂરતી સગવડ, આધુનિક ખેત ઓજારો, સરકારની કૃષિલક્ષી વિવિધ સહાય યોજનાઓ, ખાતરની ઉપલબ્ધિ, સર્ટીફાઇડ બિયારણો, જંતુનાશક દવાની પ્રાપ્તિ સાથે વિવિધ વિમા યોજનાઓના કારણે ખેડૂત આજે આર્થિક સમૃધ્ધિ સાથે આગળ વધતો હોવાની અનુભૂતિ થઇ રહી છે.…

Read More

અંબાજી વિસ્તારમાં ૩ દિવસ ના વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી બજારો માં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી…

અંબાજી, હિન્દ ન્યુઝ અંબાજી વિસ્તારમાં ફરી વરસાદી માહોલ છવાયો છે વહેલી સવારથી ઝરમર-ઝરમર વરસાદ બપોરના સુમારે ધોધમાર વરસાદનું આગમન થયું છે. વરસાદનું આગમન થતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી છે અંબાજી પંથકમાં વરસાદ નું આગમન તથા રોડ-રસ્તા પાણી-પાણી થયા છે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ત્યારે આ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં ક્યાંક વાહનો ફસાઈ જવા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે જ્યારે અંબાજી વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતો હોય છે ત્યારે ત્યારે અંબાજીના નીચાણવાળા…

Read More

જૂનાગઢ જિલ્લા ની ચોરવાડ નગરપાલિકા માં નવનિયુક્ત પદાધિકારીઓનું સન્માન

ગીર સોમનાથ, તા. 24/8/2020 ના રોજ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ની આગેવાની હેઠળ જૂનાગઢ જિલ્લા ની ચોરવાડ નગરપાલિકા માં પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી માં પ્રમુખ તરીકે જલ્પાબેન વિમલભાઈ ચુડાસમા તેમજ ઉપપ્રમુખ તરીકે ભીખાભાઇ પંડિત નો તેમજ કોંગ્રેસ પક્ષ નો ભવ્ય વિજય થતા આજ રોજ વેરાવળ ખાતે ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા નું ગીર સોમનાથ જિલ્લા ના કોંગ્રેસ પક્ષ ના યુવા નેતા તેમજ RJAICC ગીર સોમનાથ જીલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ તેમજ મહામંત્રી વેરાવળ પાટણ શહેર પ્રવીણ ભાઈ ગઢિયા (પ્રેમ) દ્વારા ગુલદસ્તો આપી ને ભવ્ય સન્માન કર્યું તેમજ શુભકામનાઓ પાઠવેલ. રિપોર્ટર : સઈદ મહિડા, ગીર…

Read More

ભારતીય કિસાન સેના કાર્યાલય બોડેલી ખાતે ની મિટિંગ નું આયોજન…..

બોડેલી, હિન્દ ન્યુઝ આજ રોજ ભારતીય કિસાન સેના કાર્યાલય બોડેલી ખાતે ભારતીય કિસાન સેના ની આગેવાનો ની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં કલ્પેશભાઈ એસ. પાડવી ની ઉચ્છલ, તાપી જિલ્લાના સંગઠન મંત્રી તરીકે નિમણુંક આપવામાં આવી. એમાં ઉપસ્થિત ભારતીય કિસાન સેના ના રાષ્ટ્રીય મહામંત્રી સાહિદભાઈ મન્સૂરી, ભારતીય કિસાન સેના સોસીયલ મીડીયા પ્રમુખ જયદીપ ઠાકોર ની હાજરીમાં હોદ્દા ની નિમણુંક આપવામાં આવી. રિપોર્ટર : હુસેન મનસુરી, ડભોઈ

Read More

દિયોદર સુજલામ સુફલામ કેનાલ માં આખરે પાણી છોડ્યું ખેડૂતો માં અનેક ચર્ચા

દિયોદર,  દિયોદર તાલુકા માંથી પ્રસાર થતી સુજલામ સુફલામ કેનાલ કોરી ધાખર હોવાથી સ્થાનિક ખેડૂતો એ ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરી હતી જે અંગે ધારાસભ્ય દ્વારા ખેડૂતો ના હિત માટે નાયબ મુખ્યમંત્રી ને પત્ર લખી રજુઆત કરતા આખરે કેનાલ માં પાણી છોડવામાં આવ્યું છે પરંતુ આ પાણી કેટલા દિવસ આવશે ? તેવો પ્રશ્ન ખેડૂતો માં ઉઠ્યો છે. સુજલામ સુફલામ કેનાલ માં ઘણા સમય થી પાણી છોડવામાં ના આવતા આ વિસ્તાર ના ખેડૂતો પરેશાન બન્યા હતા. જેમાં પાણી ના તળ ઉંડા જતા ખેડૂતો એ આ અંગે સ્થાનિક ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા ને રજૂઆત કરી…

Read More

માલણ દરવાજા પર આવેલ જાહેર રસ્તા ઉપર નગરપાલિકા તંત્રની બેદરકારીને કારણે કચરાના ઢગ ખડકાયા

પાલનપુર,  બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર વરસાદી માહોલમાં પાલનપુર શહેરમાં આવેલ જાહેર રસ્તા ઉપર કચરાના અનેક જગ્યાએ ઢગ ખડકાયા છે. જ્યારે સ્થાનિક તંત્રના લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં પણ પાલનપુર નગર પાલિકા તંત્રના સત્તાધીશો ઘોર અંધકારમાં હોય તેવું સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે જ્યારે વાત કરવામાં આવે તો જ્યારે પાલનપુર ના રહીશો પાસેથી પૂરતા પ્રમાણમાં વેરા વસૂલાત કરવામાં આવે છે. પાલનપુર માલણ દરવાજા નજીક જાહેર રસ્તા ઉપર કચરાના ઢગ ખડકાતા ચોમાસાની ઋતુમાં રોગચાળો ફાટી નીકળવાની દ્રશ્યો સર્જાયા છે જેમાં માલણ દરવાજા નજીક વસવાટ કરતા લોકોને ના સ્વાસ્થ્યને કોરોનાની મહામારી વચ્ચે…

Read More

રાજકોટ માં વહલી સવાર થી જ મેઘરાજા વરસી રહ્યા છે …..

રાજકોટ, રાજકોટ માં વહેલી સવાર થી અનરાધાર વરસાદ પડી રહ્યો છે …. સાંજ ના 6 :00 વાગ્યા સુધીનો 6.5 ઇચ જેટલો વરસાદ પડ્યો છે…. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે…. ગાડીઓ ડૂબી જાય એટલું પાણી ભરાય ગયું છે….. રિપોર્ટર : ધાર્મિક પટેલ, રાજકોટ

Read More

હડિયાણા ખાતે વૃક્ષ નું વિધિવત પૂજનવિધિ કરવામાં આવ્યું

હડિયાણા, આજ રોજ હડિયાણા ગ્રામ પંચાયત ના ઉપ સરપંચ શ્રીમતિ કંચનબેન રમેશભાઈ નદાસણા પરિવારના સભ્યો દ્વારા વૃક્ષ નું વિધિવત પૂજનવિધિ કરવામાં આવી હતી. રમેશભાઈ એચ.નદાસણા પરિવાર હડિયાણા, હિંદુ આધ્યાત્મિક અને સેવા ફાઉન્ડેશન તથા પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ દ્વારા પર્યાવરણ, વન અને જીવ સૃષ્ટી સંરક્ષણ માટે યોજાયેલા “પ્રકૃતિ વંદના” કાર્યક્રમ અંતર્ગત, વૃક્ષ પુજન-આરતી, મંત્રોચ્ચાર સહ કરી. પર્યાવરણ સુરક્ષાના સંકલ્પ સાથે સૌને પ્રકૃતિની સુરક્ષા માટે આહવાન કર્યું તથા આપણી ભવ્ય સંસ્કૃતિ રૂપી પ્રકૃતિ જતનની પરંપરા જાળવવા નમ્ર અનુરોધ કર્યો છે. રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Read More

સુરતમાં ઘરનાં ગણપતી બાપ્પા ને પહેરાવ્યાં સોનાના દાગીના

સુરત, સુરત ખાતે મહેતા પરિવારે છેલ્લા સાત વર્ષથી ભગવાન ગણેશની સ્થાપના કરે છે. કોરોના મહામારી વચ્ચે આ વર્ષે ગણેશ ઉત્સવ હોવાને કારણે મોટા આયોજન કરવામાં આવ્યા નથી. ત્યારે સુરતમાં કેટલાક લોકોએ પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરી છે. ત્યારે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં એક ઘરમાં મુકેલી એક ફૂટની ગણેશ પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. કારણ કે, આ ગણેશ ભગવાનને સોનાના દાગીનાથી સુશોભિત કરવામાં આવ્યા છે. હાલ દેશભરમાં ગણેશ ઉત્સવ ચાલે છે. પણ આ વર્ષે કોરોના મહામારી વચ્ચે ગણેશ સ્થપના માટે સરકાર દ્વારા મંજૂરી નથી આપવામાં આવી. ત્યારે તેમાં પણ સુરતમાં અલગ…

Read More