દિયોદર સુજલામ સુફલામ કેનાલ માં આખરે પાણી છોડ્યું ખેડૂતો માં અનેક ચર્ચા

દિયોદર, 

દિયોદર તાલુકા માંથી પ્રસાર થતી સુજલામ સુફલામ કેનાલ કોરી ધાખર હોવાથી સ્થાનિક ખેડૂતો એ ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરી હતી જે અંગે ધારાસભ્ય દ્વારા ખેડૂતો ના હિત માટે નાયબ મુખ્યમંત્રી ને પત્ર લખી રજુઆત કરતા આખરે કેનાલ માં પાણી છોડવામાં આવ્યું છે પરંતુ આ પાણી કેટલા દિવસ આવશે ? તેવો પ્રશ્ન ખેડૂતો માં ઉઠ્યો છે.

સુજલામ સુફલામ કેનાલ માં ઘણા સમય થી પાણી છોડવામાં ના આવતા આ વિસ્તાર ના ખેડૂતો પરેશાન બન્યા હતા. જેમાં પાણી ના તળ ઉંડા જતા ખેડૂતો એ આ અંગે સ્થાનિક ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા ને રજૂઆત કરી હતી જે અંગે પાણી છોડવા માટે નાયબ મુખ્યમંત્રી ને પત્ર પણ લખવામાં આવ્યો હતો જે અંગે આખરે સુજલામ સુફલામ કેનાલ માં પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે ખેડૂતો માં આનંદ જોવા મળી આવ્યું છે,

પરંતુ આ ખેડૂતો ની ખુશી કેટલા દિવસ માટે રહે છે તેવી ચર્ચા એ આ વિસ્તાર માં જોર પકડ્યું છે. કારણ કે અહીં ખેડૂતો રજુઆત કરે ત્યારે અમુક દિવસ માટે પાણી છોડવામાં આવતું હોય છે ત્યાર બાદ એકાએક પાણી બંધ કરી દેવામાં આવે છે તો બીજી તરફ ભાજપ પ્રદેશ અધ્યક્ષ બનાસકાંઠા જિલ્લા ની મુલાકાતે આવતા હોવાથી ખેડૂતો પ્રશ્ન ના કરે તે પહેલાં હાલ પૂરતું પાણી છોડવામાં આવ્યું હોવાનું પણ ખેડૂતો માં ચર્ચા ચાલી રહી છે.

રિપોર્ટર : પ્રદિપ સિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment