માલણ દરવાજા પર આવેલ જાહેર રસ્તા ઉપર નગરપાલિકા તંત્રની બેદરકારીને કારણે કચરાના ઢગ ખડકાયા

પાલનપુર, 

બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર વરસાદી માહોલમાં પાલનપુર શહેરમાં આવેલ જાહેર રસ્તા ઉપર કચરાના અનેક જગ્યાએ ઢગ ખડકાયા છે. જ્યારે સ્થાનિક તંત્રના લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં પણ પાલનપુર નગર પાલિકા તંત્રના સત્તાધીશો ઘોર અંધકારમાં હોય તેવું સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે જ્યારે વાત કરવામાં આવે તો જ્યારે પાલનપુર ના રહીશો પાસેથી પૂરતા પ્રમાણમાં વેરા વસૂલાત કરવામાં આવે છે. પાલનપુર માલણ દરવાજા નજીક જાહેર રસ્તા ઉપર કચરાના ઢગ ખડકાતા ચોમાસાની ઋતુમાં રોગચાળો ફાટી નીકળવાની દ્રશ્યો સર્જાયા છે જેમાં માલણ દરવાજા નજીક વસવાટ કરતા લોકોને ના સ્વાસ્થ્યને કોરોનાની મહામારી વચ્ચે નુકસાન થાય તો જવાબદાર કોણ. માલણ દરવાજા રોડ ઉપર અનેક ગામના લોકો શહેરમાં પોતાની જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદી માટે અવરજવર મોટા પ્રમાણમાં કરી રહ્યા છે જ્યારે આ અવર-જવર કરતા લોકોના સ્વાસ્થ્યને નુકસાન નાથાય જેથી ટૂંક સમયમાં આ કચરા ના ઢગ નો નિકાલ કરવામાં આવે એવી સ્થાનિક લોકો ની માગ ઉથી છે.

રિપોર્ટર : પ્રફુલ ગોહિલ, પાલનપુર

Related posts

Leave a Comment