સુરતમાં ઘરનાં ગણપતી બાપ્પા ને પહેરાવ્યાં સોનાના દાગીના

સુરત,

સુરત ખાતે મહેતા પરિવારે છેલ્લા સાત વર્ષથી ભગવાન ગણેશની સ્થાપના કરે છે. કોરોના મહામારી વચ્ચે આ વર્ષે ગણેશ ઉત્સવ હોવાને કારણે મોટા આયોજન કરવામાં આવ્યા નથી. ત્યારે સુરતમાં કેટલાક લોકોએ પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરી છે. ત્યારે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં એક ઘરમાં મુકેલી એક ફૂટની ગણેશ પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. કારણ કે, આ ગણેશ ભગવાનને સોનાના દાગીનાથી સુશોભિત કરવામાં આવ્યા છે. હાલ દેશભરમાં ગણેશ ઉત્સવ ચાલે છે. પણ આ વર્ષે કોરોના મહામારી વચ્ચે ગણેશ સ્થપના માટે સરકાર દ્વારા મંજૂરી નથી આપવામાં આવી. ત્યારે તેમાં પણ સુરતમાં અલગ અલગ થીમ પર ગણપતિના આયોજન કરવામાં આવતા હોય છે ત્યારે આ વર્ષે સુરતમાં સાથે દેશભરમાં લોકોએ પોતાના ઘરમાં એક ફૂટ અથવા બે ફૂટની મૂર્તિની સ્થપાના કરી છે.
ત્યારે સુરતના જહાંગીરપુરા વિસ્તરમાં આવેલી શગુન રેસિડન્સી ખાતે મહેતા પરિવારે પોતાના ઘરમાં બિરાજમાન કરેલા ભગવાન ગણેશની પ્રતિમા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. એક ફૂટની આ ભગવાન ગણેશની મૂર્તિને સુશોભન માટે પહેરવામાં આવેલા દાગીના સોનાના છે. જોકે પોતાના ઘરમાં આ પરિવાર છેલ્લા સાત વર્ષથી ભગવાન ગણેશની સ્થાપના કરે છે. ભગવાન ગણેશને મુગટ, હાર, બાજુબંધ સાથે તેમનું વાહન ઉંદર પણ સોનામાંથી તૈયાર કરવામાં આવ્યા છે. જોકે, આ પરિવારે આ તમામ દાગીના મુંબઈથી ખરીદ્યા હતા. કુલ 80 ગ્રામના દાગીના જેની કિંમત અંદાજિત ચાર લાખ થાય છે. જેને લઈને આ ભગવાન ની પ્રતિમા લોકો માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યુ છે.

રિપોટૅર : રીયાઝ મેમણ, સુરત

Related posts

Leave a Comment