હડિયાણા ખાતે વૃક્ષ નું વિધિવત પૂજનવિધિ કરવામાં આવ્યું

હડિયાણા,

આજ રોજ હડિયાણા ગ્રામ પંચાયત ના ઉપ સરપંચ શ્રીમતિ કંચનબેન રમેશભાઈ નદાસણા પરિવારના સભ્યો દ્વારા વૃક્ષ નું વિધિવત પૂજનવિધિ કરવામાં આવી હતી. રમેશભાઈ એચ.નદાસણા પરિવાર હડિયાણા, હિંદુ આધ્યાત્મિક અને સેવા ફાઉન્ડેશન તથા પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ દ્વારા પર્યાવરણ, વન અને જીવ સૃષ્ટી સંરક્ષણ માટે યોજાયેલા “પ્રકૃતિ વંદના” કાર્યક્રમ અંતર્ગત, વૃક્ષ પુજન-આરતી, મંત્રોચ્ચાર સહ કરી. પર્યાવરણ સુરક્ષાના સંકલ્પ સાથે સૌને પ્રકૃતિની સુરક્ષા માટે આહવાન કર્યું તથા આપણી ભવ્ય સંસ્કૃતિ રૂપી પ્રકૃતિ જતનની પરંપરા જાળવવા નમ્ર અનુરોધ કર્યો છે.

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Related posts

Leave a Comment