શ્રાવણ કૃષ્ણ એકાદશી પર સોમનાથ મહાદેવને વૈષ્ણવ દર્શન શ્રૃંગાર

હિન્દ ન્યુઝ, સોમનાથ 

       શ્રાવણ કૃષ્ણ એકાદશી પર સોમનાથ મહાદેવને વૈષ્ણવ દર્શન શૃંગારથી શોભિત કરવામાં આવ્યા હતા. આ શ્રૃંગાર શૈવ અને વૈષ્ણવ ભક્તોના એકાત્મનું પ્રતીક છે. સોમનાથ મંદિરમાં શ્રાવણ કૃષ્ણ એકાદશીના દિવસે જ્યોતિર્લિંગ પર શ્રીનાથજીની એક વિશેષ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી સાથે યમુના મહારાણી અને મહાપ્રભુજી પણ આ શૃંગારમાં ઉપસ્થિત હતા. સનાતન ધર્મમાં વૈદ્વિધ્યમાં એકત્વ નું નિદર્શન કરાવનાર સોમનાથ મહાદેવના વૈષ્ણવ શૃંગાર ના દર્શન કરી ભક્તો ભગવાન વિષ્ણુ અને સોમનાથ મહાદેવના દર્શન નો લાભ મેળવી ધન્ય થયા હતા.

Related posts

Leave a Comment