તારાપુર તાલુકાના ગલીયાણા ગામની મુલાકાત લેતા કલેક્ટર પ્રવીણ ચૌધરી

હિન્દ ન્યુઝ, આણંદ 

     આણંદ જિલ્લામાં ગત દિવસોમાં પડેલ ભારે વરસાદને કારણે નિચાણવાળા ગામોમાં અને વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. આ ઉપરાંત તારાપુર વિસ્તારના ગામોમાં વાત્રક શેઢી નદીમાં પાણીનો પ્રવાહ વધવાથી કાંઠાના ગામોમાં પાણી પ્રવેશ્યા હતા.

        જેને ધ્યાને લઈ આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ તારાપુર તાલુકાના ગલીયાણા ગામની મુલાકાત લીધી હતી અને સાબરમતી નદી ઉપર આવેલ ગલિયાણા ગામ ખાતે અને ખાનપુર ગામે કાંસ ઉપર મુલાકાત કરીને ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો.

        કલેક્ટરએ ગ્રામજનો સાથે સંવાદ કરતાં જણાવ્યું હતું કે, કુદરતી આપદાની આ પરિસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર તમારી સાથે જ છે એટલે તારાપુર તાલુકાના જે ગામોમાં વરસાદી પાણી કે સાબરમતી વાત્રક શેઢી નદીના પાણી પ્રવેશ્યા હશે તેવા ગામોના લોકોનું જો સ્થળાંતર કરવાની કરવાની પરિસ્થિતી ઉભી થશે તો સ્થળાંતરિત લોકોના રહેવા જમવા સાથેની સુવિધા શેલ્ટર હોમ ખાતે પૂરી પાડવામાં આવશે.

        તેમણે ગ્રામજનોને સાંત્વના પૂરી પાડી ઉપસ્થિત તાલુકાના અધિકારીઓ ગ્રામજનો સાથે લાઈવ સંપર્કમાં રહેવા પણ જરૂરી સુચના આપી હતી.

        જિલ્લા કલેકટરની આ મુલાકાત વેળાએ તેમની સાથે સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, પ્રાંત અધિકારી ખંભાત કુંજલ શાહ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી રૂબીસિંહ રાજપુત, કાર્યપાલક ઇજનેર રવિ પટેલ સહિતના અધિકારીઓ જોડાયા હતા.

Related posts

Leave a Comment