હિન્દ ન્યુઝ, આણંદ
ગુજરાત ક્રિકેટ એસોસિએશનની મહિલા સિનિયર ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી સિમરન પટેલ જેવો આણંદના વતની છે. ક્રિકેટ ટીમમાં ફાસ્ટ બોલર તરિકે જાણીતા સિમરન પટેલે નેશનલ સ્પોટ્સ ડે ના દિવસે ગુજરાતના લોકોને શુભકામના પાઠવતા જણાવ્યું હતુ કે, સ્પોર્ટ્સને પોતાના જીવનમાં ઉતારી પોતે ફીટ રહી શકયા છે.
ગુજરાત રાજયમાં આવી પડેલી કૃદરતી આપત્તિના સમયમાં તેઓએ અસરગ્રસ્ત લોકો પ્રત્યે સહાનૂભૂતિ વ્યક્ત કરી ગુજરાતવાસીઓને આ આપદાના સમયમાં સરકારની સૂચનાઓનું પાલન કરવા અને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે.