મતદાનના દિવસે તથા મતગણતરીના દિવસે મોબાઈલ, સેલ્યુલર ફોન, કોર્ડલેસ વગેરે ઉપકરણોના ઉપયોગ ઉપર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભાવનગર

આગામી ગ્રામ પંચાયત ચુંટણી -૨૦૨૧ સંદર્ભે ગુજ્ય ચુંટણી આયોગ દ્વારા ચુંટણી કાર્યક્રમ જાહેર થયેલ છે. જે મુજબ મતદાનની તા.૧૯/૧૨/૨૦૨૧ ના રોજ તથા મતગણતરીની તા.૨૧/૧૨/૨૦૨૧ ના રોજની નિયત થયેલ છે. સબબ, મુક્ત અને ન્યાયી રીતે ચુંટણી યોજાય તેમજ તે દરમ્યાન સુલેહ શાંતીનો ભંગ થતો અટકાવી શકાય તેમજ મતદાન કેન્દ્રો ખાતે મતદાનના દિવસે તેમજ મતગણતરીના દિવસે મતગણતરી મથક ખાતે ચુંટણી પ્રચાર થતો અટકાવવા તથા મતદાન તેમજ મતગણતરીની પ્રક્રિયામાં ખલેલ ન પડે તે માટે તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા મતદાન કેન્દ્રોના સ્થળે તેમજ મતગણતરી મથક ખાતે કોઈપણ વ્યક્તિને સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ, મોબાઈલ ફોન સાથે પ્રવેશવા ઉપર પ્રતિબંધ મુકવો આવશ્યક જણાતા. જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ -૧૯૭૩ ની કલમ -૧૪૪ થી મળેલ સત્તાની રૂઈએ પ્રતિબંધ ફરમાવેલ છે. જેમાં ચુંટણી આયોગ દ્વારા માન્ય કરેલ તમામ મતદાન મથકોએ કોઈપણ વ્યક્તિ મતદાનના દિવસોએ તેમજ મતગણતરીના દિવસે મતગણતરી મથક ખાતે સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ, મોબાઈલ ફોન સાથે લઈ જઈ શકશે નહીં અથવા તેનો ઉપયોગ કરી શકશે નહીં. સદર આદેશ કાયદો-વ્યવસ્થાનો ચાર્જ સંભાળતાં અધિકારીઓ, સુરક્ષા કર્મચારીઓ તથા ચુંટણી આયોગે નિમેલા ચુંટણીની ફરજ પરના તમામ અધિકારી, કર્મચારીઓને લાગુ પડશે નહીં. સદર આદેશનો ભંગ કરી જો કોઈ વ્યક્તિ પાસે સેલ્યુલર ફોન, પેજર, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ/વોકીટોકી સેટ જેવા સાધનો મળી આવશે તો સ્થળ પરના સુરક્ષા અધિકારી આ સાધનો જપ્ત કરી શકશે. સદર આદેશનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ -૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે. આ જાહેરનામાનો અમલ ભાવનગર જિલ્લાના ગ્રામ પંચાયતોની ચુંટણીમાં સમાવિષ્ટ થતા વિસ્તાર માટે મતદાનના દિવસ તથા મતગણતરીના દિવસ માટે નિયત થયેલ મતગણતરી કેન્દ્રો માટે કરવાનો રહેશે. આ જાહેરનામાનો ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ભારતીય દંડ સંહિતાની કલ્પ -૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment