હિન્દ ન્યુઝ, ભાવનગર
આગામી ગ્રામ પંચાયત ચુંટણી -૨૦૨૧ સંદર્ભે રાજ્ય ચુંટણી આયોગ દ્વારા ચુંટણી કાર્યક્રમ જાહેર થયેલ છે. જે મુજબ મતગણતરીની તા.૨૧/૧૨/૨૦૨૧ ના રોજની નિયત થયેલ છે. આ મતગણતરીના દિવસે સબંધિત વિસ્તારની ચુંટણી અન્વયે નિયત થયેલ મતગણતરી સ્થળની આજુબાજુના વિસ્તારમા અસામાજીક / અનઅધિકૃત તત્વો પ્રવેશ ન કરે અને મતગણતરી કામ શાંતીથી થાય, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ -૧૯૭૩ ની કલમ -૧૪૪ મુજબ પગલા લેવા, ઝડપી ઉપાય યોજવા પુરતું કારણ હોઈ, આથી જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ -૧૯૭૩ ની કલમ -૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂઈએ પ્રતિબંધ ફરમાવેલ છે કે, મતગણતરીના દિવસે સબંધિત વિસ્તારની ચુંટણી અન્વયે નિયત થયેલ મતગણતરી સ્થળની આજુબાજુના ર૦૦ મીટર સધીના વિસ્તારમાં મતગણતરીના દિવસે સવારના સવારના કલાક ૭/૦૦ થી મતગણતરી પુરી ન થાય ત્યાં સુધી ચાર કે તેથી વધુ માણસોએ રાજ્યમાર્ગો ઉપર, શેરીઓમાં, ગલીઓમાં કે પેટા ગલીઓમાં એકઠા થવુ નહી, સભાઓ ભરવી નહી. સદરહુ મતગણતરીના કાર્યમાં રોકાયેલ અધિકૃત કર્મચારી/અધિકારીઓ/ઉમેદવારો/ચુંટણી એજન્ટો/મતગણતરી એજન્ટોને મતગણતરી સ્થળ પુરતું આ જાહેરનામું લાગુ પડશે નહી. આ જાહેરનામાનો અમલ ભાવનગર જિલ્લાના ગ્રામ પંચાયતોની ચુંટણીમાં મતગણતરીના દિવસે નિયત થયેલ મતગણતરી કેન્દ્રો તથા તેની આજુબાજુના ૨૦૦ મીટરના વિસ્તારમાં લાગુ પડશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતના ફોજદારી અધિનિયમની કલમ -૧૮૮ મુજબ સજાને પાત્ર ઠરશે.
બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી