હિન્દ ન્યુઝ, ભાવનગર
રાજ્યકક્ષા શાળાકિય અંડર – ૧૯ બાસ્કેટબોલ (ભાઈઓ/બહેનો) સ્પર્ધા સ્પર્ધા તા.૧૭/૧૨/૨૦૨૧ થી તા.૨૦/૧૨/૨૦૨૧ સુધી યોજાશે. જેની રિપોર્ટિંગ ભાઈઓ માટે તા.૧૭/૧૨/ ૨૦૨૧ ના રોજ સવારે ૦૯:૦૦ કલાક સુધીમાં કરાશે અને સ્પર્ધા બપોરે ૧૧:૦૦ કલાકથી શરૂ થશે. જ્યારે બહેનો માટે તા.૧૯/૧૨/ ૨૦૨૧ ના રોજ સવારે ૦૯:૦૦ કલાક સુધીમાં કરાશે અને સ્પર્ધા બપોરે ૧૧:૦૦ કલાકથી શરૂ કરવામાં આવશે. આ સ્પર્ધા શ્રી સચિદાનંદ ગુરુકુળ, તા.સિહોર, જી.ભાવનગર ખાતે યોજાશે. સ્પર્ધા દરમ્યાન સરકાર તરફથી આપવામાં આવેલ (COVID-19) ની તાજેતરની ગાઈડલાઇનનું પાલન કરવાનું રહેશે. પરિપત્રની એક નકલ ટીમ મેનેજરને અચૂકપણે આપવાની રહેશે અને એન્ટ્રી ઈમેઈલ કરેલ હોય તો ઓરીઝનલ એન્ટ્રી પણ સાથે લાવવાની રહેશે. એન્ટ્રીમાં કોઈપણ ફેરફાર હોય તો સુધારા સાથેની એન્ટ્રી જિલ્લા રમત ગમત અધિકારીના સહી સિક્કા સાથેની ઓરિઝનલ કોપી સાથે લાવવાની રહેશે. પ્રવાસ ખર્ચના નાણાં મેનેજરના બેન્ક ખાતામાં કે ચેકથી ચૂકવવામાં આવશે. જેથી કેન્સલ ચેક અથવા બેન્ક ખાતાની સંપૂર્ણ વિગત સાથે લઈને આવવાનું રહેશે. ભાગ લેનાર ખેલાડીની સંખ્યા ૧૨-૨ મેનેજર/કોચએ આવવાનું રહેશે. મેનેજર ખેલાડીઓના આવવા તથા પરત જવાના પ્રવાસ ભથ્થાની વ્યવસ્થા કરી આવવાનું રહેશે. ઉત્તર ગુજરાતની ટીમોએ અમદાવાદથી ફેદરા-ધંધુકા-વલ્લભીપુર-ચમારડી–ઘાઘળી-સિહોર આવવાનું રહેશે. દક્ષિણ ગુજરાતની ટીમોએ તારાપુરથી વટામણ ચોકડી-પીપળનારી ચોકડી ઉતરી–સિહોર આવવાનું રહેશે. સૌરાષ્ટ્રની ટીમોએ જે તે હેડ ક્વાટરથી સીધું સિહોર રેલ્વે ફાટક પાસે આવવાનું રહેશે. SGFI ના નિયમ મુજબ ખેલાડીઓએ ફરજિયાત ૨૦ કૉલમ સાથેનું ઓરિઝનલ એલીજીબીટી એક નકલમાં જિલ્લા રમત ગમત અધિકારીના સહી સિક્કા સાથેનું લાવવાનું રહેશે. SGFI ના નિયમ મુજબ ભાગ લેવા દેવામાં આવશે. સ્પર્ધામાં આવનાર તમામ ટીમોને સવારે ૦૯:૦૦ કલાકથી વ્યવસ્થા આપવામાં આવશે. ટીમના દરેક ખેલાડીઓની ફરજિયાત પણે પોતાના ફોટો આઈ ડી પ્રૂફ ફરજિયાત લાવવાનું રહેશે. ભાગ લેનાર ખેલાડીઓના જન્મતારીખ/રહેઠાણના જરૂરી પુરાવા સાથે લાવવાના રહેશે. સ્પર્ધાને અનુરૂપ ગણવેશ પહેરવો ફરજિયાત છે. સ્પર્ધા સ્થળે નિવાસ સ્થળે કોઈપણ પ્રકારનું નુકશાન કરવામાં આવશે તો તે નુકશાનની પૂરેપુરી રકમ જે તે ખેલાડી/મેનેજરે ભરપાઈ કરવાની રહેશે અને પ્રવાસ ભથ્થુ ચૂકવવામાં આવશે નહીં. સ્પર્ધા દરમ્યાન જો કોઇ ઇજા કે જાનહાની થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે ખેલાડી/કોચ કમ મેનેજરની રહેશે. સ્પર્ધા સ્થળે ઋતુ અનુસાર બેડીંગ સાથે લાવવું. સરકારશ્રીના નીતિનિયમ મુજબ જ વ્યવસ્થા આપવામાં આવશે. જેમાં ટીમ સાથે એક મેનેજર અને એક કોચ તરીકેના ર જ વ્યક્તિએ જિલ્લા રમત ગમત અધિકારીના સહી સિક્કાવાળો ઓર્ડર સાથે લઈ આવવાનો રહેશે. ટીમ સાથે બીન અધિકૃત વ્યક્તિને કોઈ વ્યવસ્થા આપવામાં આવશે નહીં. ભોજન/નાસ્તા સમયે જે તે ટીમ સાથે તે ટીમના મેનેજર કોચે આવવાનું રહેશે અને શિસ્તબદ્ધ રીતે વર્તવાનું રહેશે. જે તે ટીમના ખેલાડીઓએ એક સાથે જ ભોજન લેવાનું રહેશે. પ્રવાસ ખર્ચના નાણાં લેનારે ટિકિટ રજૂ કરવાની રહેશે. સીધી સરકારી બસ અથવા સરકારી એક્સપ્રેસ બસનું ભાડું T.A. બીલમાં આકારવાનું રહેશે તે જ પ્રમાણે ચૂકવવામાં આવશે. સ્પર્ધા પૂર્ણ થયે તાત્કાલિક નિવાસ ખાલી કરી પરત જવાનું રહેશે. સ્પર્ધા સ્થળે આવવા નીકળતા પહેલા સંપર્ક નંબરમાં ફોન કરી સ્પર્ધા અંગેની વિગતો જાણી નિકળવા માટેની સૂચના મેનેજરને આપવાની રહેશે.
બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી