ભાવનગર શહેરના ચિત્રા ફુલસર વોર્ડમા તા.૨૨ના રોજ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

સરકાર દ્વારા રાજ્યનાં વહિવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલમાં ગતીશીલતા આવે તે માટે શહેર કક્ષાએ “સેવા સેતુ” કાર્યક્રમ યોજવા સુચના મળેલ છે. જે અન્વયે ભાવનગર માહાનગરપાલિકા દ્વારા શહેરના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલીત શાળા નં.૪૯/૫૨, ઝાંસીની રાણી શ્રી લક્ષ્મીબાઇ પ્રાથમિક શાળા, અક્ષરપાર્ક, હાદાનગર, કુંભારવાડા, ભાવનગર ખાતે તા.૧૦/૧૨/૨૦૨૧નાં રોજ સવારનાં ૯-૦૦ કલાકથી સાંજનાં ૫-૦૦ કલાક સુધી “સેવા સેતુ” કાર્યક્રમ યોજાનાર છે.

આ કાર્યક્રમમાં લોકોને આવક, જાતિ, નોન ક્રીમીલેયર, ડોમીસાઈલ પ્રમાણપત્રો, રેશનકાર્ડમાં(નામ ઉમેરવા, કમી કરવા અને રેશનકાર્ડમાં સુધારા કરવા), આધારકાર્ડ, મા અમૃતમ યોજના, વાત્સલ્ય કાર્ડમાં નામોની નોંધણી, રાજ્ય સરકારની કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ અને આદિજાતી વિભાગની યોજનાઓ હેઠળનાં વ્યક્તિલક્ષી લાભો, સીનીયર સીટીઝનનાં પ્રમાણપત્રો, દિવ્યાંગતાં પ્રમાણપત્રો, સ્કોલરશીપ યોજનાના લાભો, જમીન માપણી અને નવી નોંધ દાખલ કરવાને લગતી તમામ અરજીઓ બાબતે માંગણી કરી શકાશે. આ અરજી સ્વિકારવાનો સમય ૨:૦૦ વાગ્યા સુધીનો રહેશે. આ સેવા સેતુ કર્યક્રમમાં જે લોકો લાભ લેવા ઈચ્છતા હોય કે કોઈ યોજનાકીય લાભ લેવા ઈચ્છતા હોય તેઓએ તા.૧૦/૧૨/૨૦૨૧નાં રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલીત શાળા નં.૪૯/૫૨, ઝાંસીની રાણી શ્રી લક્ષ્મીબાઇ પ્રાથમિક શાળા, અક્ષરપાર્ક, હાદાનગર, કુંભારવાડા, ભાવનગર ખાતે આ કાર્યક્રમમાં અરજીઓ રજુ કરવાની રહેશે અને આવી અરજીઓને લગત વિભાગોનાં સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળ પર નિકાલ કરવામાં આવશે. તો આ કાર્યક્રમમાં પોતાની માંગણી રજુ કરવા માંગતા લોકોએ તા.૧૦/૧૨/૨૦૨૨૧નાં રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલીત શાળા નં.૪૯/૫૨, ઝાંસીની રાણી શ્રી લક્ષ્મીબાઇ પ્રાથમિક શાળા, અક્ષરપાર્ક, હાદાનગર, કુંભારવાડા, ભાવનગર ખાતે નિયત સમયે ઉપસ્થિત રહેવા વહીવટી અધિકારી, મહાનગરપાલિકાની યાદીમાં જણાવામાં આવ્યુ છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment