કતારગામ વિસ્તારની લલિતા પાર્ક સોસાયટીની બાજુમાં આવેલી શાકભાજી માર્કેટમાં ઘણા વર્ષોથી બંધ હાલતમાં

હિન્દ ન્યુઝ, સુરત

કતારગામ વિસ્તારની લલિતા પાર્ક સોસાયટીની બાજુમાં આવેલી શાકભાજી માર્કેટમાં ઘણા વર્ષોથી બંધ હાલતમાં પડેલી છે. છાશવારે આમ જનતા એ આ શાકભાજી માર્કેટ શરૂ થાય તેવી માંગણીઓ કરેલી છે અને તેમાં જાહેર શૌચાલયની વ્યવસ્થા પણ મૂકવામાં આવેલી છે. પણ તેનો કોઈ ધણી ધોરી નથી. આ સૌચાલય ને વ્યવસ્થા માટે એક પાણીનો ટાંકો બનાવવામાં આવેલો છે. જે દિવસના બે વખત આમ જનતાને પાણીનો પૂરવઠો પૂરો પાડવામાં આવે છે સવારે ત્રણ કલાક સાંજે ત્રણ કલાક આમ એ સમય દરમિયાન દિવસના છ કલાક રોડ ઉપર ગટરમાં પીવાનુ ફિલ્ટર કરેલું પાણી વહી જાય છે. જે સંચાલય ના પાણીના ટાંકા નો કોઈ ઉપયોગ જ થતો નથી.

સરકાર પર્યાવરણ અને પાણીને બચાવવા માટેના કરોડો રૂપિયા અને માતબર સમય નો ખર્ચ કરે છે. જ્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ના જવાબદાર કર્મચારી આ બાબતે પાણી રોકવા ના પગલા ક્યારે લેશે તે એક સવાલ છે. જ્યાં સુધી પાણી બંધ નહીં થાય ત્યાં સુધી પાણી ના વ્યયરોકવા માટે આ અહેવાલ ચાલુ રહેશે.

રિપોર્ટર : જીતેન્દ્ર માવાણી, કતારગામ (સુરત)

Related posts

Leave a Comment