નેત્રંગ, હિન્દ ન્યૂઝ
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસના પોઝિટીવ કેસના દદીૅઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે,જેમાં નેત્રંગ ટાઉનના ગાંધીબજાર વિસ્તારમાં કોરોના વાયરસથી ૮ જેટલા રહીશો સંક્રમિત થયાના અહેવાલ મળ્યા છે, જ્યારે નેત્રંગ પો.સ્ટેશનના કોન્સ્ટેબલ કમલેશભાઈ સુથાર અને નેત્રંગના કેલ્વીકુવા ગામનો રહીશ પો.સ્ટેશનમાં જીઆરડી તરીકે ફરજ બજાવતો કમલેશ વસાવા પણ કોરોના વાયરસના સંક્રમિત થયા હતા, જેથી વાલીયા ખાતે આવેલ પોલીટેકનીક કોલેજમાં સારવાર અથૅ ખસેડવામાં આવ્યો હતો અને કોન્સ્ટેબલ કમલેશભાઈ સુથારને કોરોનાટાઇન કરી દેવામાં આવ્યા હતા. જ્યારે બીજી બાજુએ નેત્રંગ તાલુકામાં દિવસેને દિવસે કોરોના વાયરસના કેસોમાં વધારો જણાઇ રહ્યો છે, પરંતુ તેના ઉપર અંકુશ સાધવો મુશ્કેલ બન્યો છે, આ બાબતે જવાબદાર લોકોએ લોકહિતમાં કડકહાથે કાયૅવાહી કરવાની અત્યંત જરૂરી જણાઇ રહી છે, કોરોના કેસો વધવાથી સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
રિપોર્ટર : સતીષભાઇ દેશમુખ, નેત્રંગ