માંગરોળ મા 74 મા સ્વતંત્ર દિવસ ની ઉજવણી કરવામાં આવી

માંગરોળ, 15 મી ઓગસ્ટ ના 74 મા સ્વતંત્ર દિવસ ની ઉજવણી માંગરોલ તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ જગદીશભાઈ ગામીત ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવેલ હતું. માંગરોલ મામલતદાર કચેરી ખાતે ઈનચાર્જ મામલતદાર ડી.એમ.ચૌધરી ના હસ્તે કરવામાં આવેલ હતુ. મામલતદાર કચેરી ખાતે કોરોના મહામારી ના આવા સમયે કોરોના વોરિયર્સ તરીકે ખરી સેવા બજાવનાર માંગરોલ ના પી.એસ.આઈ પી એચ. નાયી, ટી.એચ.ઓ. ર્ડો આર. પી. શાહી, કોસંબા પી.એસ.આઈ ને સન્માન પત્ર આપી વિશેષ સન્માન કરવામા આવેલ હતુ. આ પ્રસંગે માંગરોલ ટી.ડી.ઓ. ડી એસ પટેલ, માંગરોલ તાલુકા પંચાયત ના પ્રમખ જગદીશભાઈ ગામીત, ચંદુભાઈ વી…

Read More

માંગરોલ તાલુકાના નાની નરોલી ગામે થી મહિલાની લાશ મળી

માંગરોલ, માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે જીઆઈપીસીએલ કંપની ના પાછળના ભાગે એક મહિલાની શંકાસ્પદ હત્યા કરાયેલી લાશ મળી હતી. નાની નરોલી ગામની પ્રેમીબેન રમેશભાઈ વસાવા, ઉમર. વર્ષ.43. નાની નરોલી ની લાશ શેરડીના ખેતરમાંથી મળી આવી હતી. આ ઘટનાની જાણ તેના પરિવારજનોને થતા મરનારના પુત્ર માંગરોળ પોલીસ મથકમાં ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલ આ કબજો લીધો છે. અને અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે પરંતુ મહિલાની લાશ હત્યા કરાયાની શંકાસ્પદ હાલતમાં હોવાથી માંગરોલ આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર દ્વારા લાશ નું ફોરેન્સિક પીએમ કરવાની પોલીસને સુચના આપતા પોલીસ દ્વારા…

Read More

પાવીજેતપુર ના તાલુકા હેલ્થ ઓફીસરનું કોરોના વોરીયર તરીકે સન્માન કરવામાં આવ્યું

છોટાઉદેપુર, કોવીડ -19 ની વૈશ્વીક મહામારી વચ્ચે છેલ્લા 5 મહિના કરતા વધુ સમયથી પોતાનો જીવ જોખમમાં મૂકી અને પરીવારની ચિંતા કર્યા વગર છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકામાં લગભગ 1300 કરતા પણ વધુ લોકોના કોરોના ટેસ્ટીંગ સાથે જિલ્લા વહીવટીતંત્ર, સરકાર અને ગ્રામ પંચાયતને કોવીડ -19 ના દરેક પ્રયત્નોમાં પ્રમાણીકતા અને નિષ્ઠાપૂર્વક ઈમાનદારીથી પોતાની ફર્જ સાથે માનવધર્મ અદા કર્યો છે. તેવો જેતપુર પાવી આરોગ્ય ખાતાના સ્ટાફ અને તાલુકા હેલ્થ ઓફિસર વિકાસ રંજનનું કોરોના વોરીયર -2020 તરીકે જીલ્લા વહીવટીતંત્ર તરફથી “૭૪ મા સ્વાતંત્ર્ય દિવસ”ના રોજ છોટાઉદેપુરમાં કરવામાં આવેલ સન્માનને બિરદાવવા લાયક છે. રિપોર્ટર…

Read More

ગોંડલ તાલુકાના રીબડા ગામે અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજાના ફાર્મ હાઉસમાં ધમધમતી જુગાર કલબ પર દરોડો પાડી. ૧૮ જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૬.૮.૨૦૨૦ ના ગઇકાલે તા.૧૫ ના રાત્રે ૮ વાગ્યે P.I રાણા સાથે હેડ.કોન્સ્ટેબલ રવિદેવભાઇ બારડ, અનિલભાઇ ગુજરાતી, બ્રિજરાજસિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ વાઘેલા, P.S.I એચ.ડી.હિંગરોજા, A.S.I ઉપેન્દ્રસિંહ જાડેજા, પરવેઝભાઇ સમા, જયવીરસિંહ રાણા, અમિતભાઇ કનેરીયા, ધર્મેન્દ્રસિંહ ચાવડા, હિતેષ અગ્રાવત, અતુલભાઇ ડાભી, વિજયગીરી ગોસ્વામી ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે એ.આર.ગોહિલને બાતમી મળી હતી કે રીબડા ગામે સીમમાં રીબ તરફ જવાના રસ્તે આવેલી વાડીના મકાનમાં રઘુવિરસિંહ ઉર્ફે દિપકસિંહ બહાદુરસિંહ જાડેજા નામનો વ્યકિત બહારથી વ્યકિતઓને બોલાવી જુગાર કલબ ચલાવી રહયો છે. બાતમી વાળા સ્થળે દરોડો પાડતા દિપકસિંહ સહિત ૧૮ જુગારીઓ પકડાયા હતા.…

Read More

સિંગલાજા નજીક વસવા નદીનો કોઝવે વરસાદમાં ધોવાયા

છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લામાં તેમજ ઉપરવાસમાં છેલ્લા અઠવાડિયાથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે. જેને લઇને નદીઓ અને કોતરો બે કાંઠે વહી રહ્યાં છે. સતત વરસાદ ચાલુ રહેવાને કારણે ગામો એકબીજા સાથે પુલ અથવા કોઝવેથી સંકળાયેલા હોય, કોઝવે પર પાણી ફળી વળતા બીજા ગામોનો સંપર્ક પણ તૂટી ગયો છે. નદીમાં સતત પાણીના પ્રવાહ વધવાને કારણે છોટાઉદેપુર તાલુકામાં આવેલ કાકડકુંડથી મચ્છીપાણી કોઝવે અને સિંગલાજા અને મીઠીબોર ગામની વચ્ચેથી પસાર થતી વસવા નદી ઉપર બનાવેલ કોઝવે ધોવાઈ ગયો હોય. જેની અસર વાહનવ્યવહાર પર જોવા મળી હતી. જેને લઇને લગભગ ૧૦ થી ૧૨ ગામોનો…

Read More

રાજકોટ શહેર મધ્યસ્થ જેલમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે. મધ્યસ્થ જેલમાં આજે ૨૩ કેદીઓ સહિત ૩૯ કેસ રિપોર્ટ પોઝિટિવ નોંધાયા

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૬.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મધ્યસ્થ જેલમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે. મધ્યસ્થ જેલમાં આજે એક સાથે ૨૩ કેદીઓ સહિત ૩૯ કેસ રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જેથી તંત્રમાં દોડધામ શરૂ થઈ ગઈ છે. પોઝિટિવ આવેલા કેદીઓને આઈસોલેટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સાથે જ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૧૫ લોકોના મોત નિપજ્યાં છે. રાજકોટ શહેરમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધતો જાય છે. ત્યારે શનિવારે રાજકોટમાં કુલ.૯૫ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને ૫ દર્દીના કોરોનાથી મોત નીપજ્યાં છે. એક એનાલિસિસ પ્રમાણે રાજકોટમાં છેલ્લા ૭ દિવસમાં…

Read More

ગુજરાત રાજયના જે વાહનમાં મુસાફરોએ માસ્ક નહીં પહેર્યું હોય એ મુસાફરો ઉપરાંત વાહન ચલાવનારને પણ ૧૦૦૦ રૂપિયાનો દંડ થશે

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૬.૮.૨૦૨૦ ના રોજ ગુજરાત રાજયમાં બસમાં કોઈ મુસાફરે માસ્ક નહીં પહેર્યું હોય તો મુસાફરની સાથે સાથે બસ ચાલકને પણ દંડ થશે. રિક્ષા અને ટેક્સીમાં જો મુસાફરોએ માસ્ક નહીં પહેર્યું હોય તો રિક્ષા અને ટેક્સીચાલકને પણ એક-એક હજાર રૂપિયાનો દંડ ભરપાઈ કરવી પડશે. વાહન ચાલકો તેમજ મુસાફરો માટે પણ માસ્ક કમ્પલસરી બનાવી દેવાયું છે. ગુજરાતના મોટાં શહેરોમાં શોપિંગ મોલમાં ગ્રાહકોએ માસ્ક નહીં પહેર્યું હોય તો મોલના મેનેજરને પણ જેટલા ગ્રાહકો એટલા હજાર રૂપિયાનો દંડ થશે. શો રૂમમાં ગ્રાહકો માસ્ક વગર પકડાશે, તો શો રૂમના સંચાલક પાસેથી ૧૦૦૦ રૂપિયાનો…

Read More

ભારે વરસાદ ની આગાહી ના પગલે દિયોદર પથક માં વરસાદ

દિયોદર, રાજ્ય માં બનાસકાંઠા જિલ્લા માં હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદ ની આગાહી આપવામાં આવી છે. જેના પગલે જિલ્લા ના દિયોદર પથક માં વરસાદ ની હેલી જોવા મળી આવી હતી. બે દિવસ ના વિરામ બાદ ફરી રવિવાર ના રોજ બપોર ના સમય વાદળ છાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ નું આગમન થયું હતું જેમાં દિયોદર પથક માં મેઘો મન મૂકી ને વરસ્યો હતો. જેમાં કોઈ પણ આપત્તિ સમય દિયોદર વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓ ને જરૂરિયાત પ્રમાણે યોગ્ય પગલાં ભરવા સૂચના આપવામાં આવી હતી રવિવાર ના દિવસે વરસાદ ના કારણે નીચાણવાળા…

Read More

રાજકોટ શહેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રાજકોટ જીલ્લા તંત્ર, મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવનાર

રાજકોટ, રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા તા.૧૫/૮/૨૦૨૦, શનિવારના રોજ ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ડો.આંબેડકરભવન સેન્ટ્રલ ઝોન કચેરીના ગ્રાઉન્ડમાં સવારે ૯:૦૦ કલાકે ધ્વજવંદન અને સલામી સમારોહ કાર્યક્રમ યોજાશે. મેયર બિનાબેન આચાર્ય રાષ્ટ્ર ધ્વજને સલામી આપશે. હાલમાં, કોરોના મહામારી ચાલી રહી છે. આ કાર્યક્રમ સરકારની સુચના તેમજ સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવું વિગેરેના પાલન સાથે યોજવામાં આવશે. આ પ્રસંગે સાસંદો, ધારાસભ્યો, પદાધિકારીઓ, પાર્ટીના હોદેદારઓ, કોર્પોરેટરઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે. વાલ્મીકી સમાજના આગેવાનો તથા સફાઈ કામદાર ભાઈ-બહેનો દ્વારા સફાઈ કામદાર જાગૃતિ મંડળની ઓફીસ નં.ર ખાતે સમય સવારે ૧૧ વાગ્યે ૧૫મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય દિન ઉજવણી કરવામાં…

Read More

અમરેલી જીલ્લા ના સેવાડા ના તોરી ગામ કપરી પરિસ્થિતિયો નો સામનો કરવો પડે છે

અમરેલી, અમરેલી જીલ્લા ના વડિયા તાલુકા ના તોરી ગામ થી જુનાગઢ જિલ્લા મા જતો રસ્તો લોકો માટે ચિંતા જનક થઈ ગયો છે. જેમાં હાલ રસ્તા ની હાલત મોટા અને ઉન્ડા ખાડા પડી ગયા છે અને રસ્તા ની બાજુ ની સાઈડ પાણી ના લીધે ધોવાઈ ગયું છે. વાહન ચાલકો ને મુસાફરી કરતી વખતે પોતાનુ વાહન કઈ બાજુ ચલાવુ તેનુ પણ કઈ ખબર પડતી નથી, તો પણ વહિવટી તંત્ર ઘૉર નિંદ્રા મા પોઢી પ્રજાના જીવન સાથે શુ કરવા માંગે છે? તે પ્રજા ને સમજાતુ નથી. પ્રજા ના પ્રતિનિધિઓ તોરી ગામ ની મુલાકાત…

Read More