ઋષિપચમી ના પાવન પર્વ નિમિત્તે જોડિયા તાલુકાના કુનડ ગામે શ્રી કુંડલીયા હનુમાનજી મંદિર હોમ હવન કરવામાં આવ્યો

જોડિયા, આજ રોજ ઋષિપચમી ના પાવન પર્વ નિમિત્તે જોડિયા તાલુકાના કુનડ ગામે શ્રી કુંડલીયા હનુમાનજી મંદિરના મહંત શ્રી અવધેસદાસજી મહારાજ ના સાનિધ્યમાં હાલમાં વિશ્વ ભરમાં અને ગુજરાત રાજ્ય માં તથા સૌરાષ્ટ્રમાં કોરોના વાઇરસ ની મહામારીનો ભયંકર ભરડો ચાલી રહ્યો છે.ત્યારે તેમનામાંથી જીત મેળવવા માટે શુભ હેતુથી હનુમાનજી મંદિર ખાતે મહંત દ્વારા શાંતી હવન કરવામાં આવ્યો હતો. અને આ શાંતિ હવનમાં તેમના જામનગર શહેર રહેતા અનુયાયીઓ સાથે મળી ને હોમ હવન કરવામાં આવ્યો છે. રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Read More

દિયોદર ખાતે ગણપતિ ઉત્સવની સાદગીથી ઉજવણી…

દિયોદર, કોરોના ની મહામારી વચ્ચે સરકાર ની ગાઈડ લાઈન મુજબ ઉજવાતા મેળા ઉત્સવો પર હાલ બંધ રાખવા મા આવ્યા છે ત્યારે હાલ ચાલતા ગણપતિ મહોત્સવ દરમિયાન દિયોદર ખાતે દિયોદર શ્રી ગજાનન યુવક મંડળ દ્વારા ભારે ઉલ્લાસ અને વરધોડા સાથે ઉજવાતા ઉત્સવ સાદગી પૂર્વક યોજવાનું નક્કી કર્યું છે. ત્યારે આ વર્ષે કોરોના ની મહા મારી ને લીધે ભાવિ ભક્તોમાં સોસિંયલ ડિસ્ટન્સ રાખી ગણપતિ દાદાની મૂર્તિ ની પૂજા કરવામાં આવી હતી. આ વર્ષે કોરોના ની મહા મારી અને સરકાર ની ગાઈડ લાઈન મુજબ ભારે ઉત્સવ કે વરધોડા સાથે નહીં પણ સાદગી પૂર્વક…

Read More

દાહોદ જિલ્લામાં મેઘરાજા ની ધમાકેદાર બેટિંગ….

દાહોદ, પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જિલ્લામાં મેઘરાજા ની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. જેમાં દાહોદ માં ૪ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. દાહોદ જિલ્લા માં ફતેપુરા માં પણ ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના થી પાણી ભરાવાની પણ સમસ્યા સામે આવી છે. જ્યારે સંજેલી માં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ઝાલોદ માં પણ અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકતા પાણી ભરાયા ની સમસ્યા સામે આવી છે. દાહોદ માં નદી બે કાંઠે વહી રહી છે. મુખ્ય વાત એ છે કે એક સાથે આટલો બધો વરસાદ વરસતા ખેડૂત મિત્રો માં…

Read More

ભાભરમાં ૨૪ કલાકમાં પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.. વધુ વરસાદથી એક દિવાલ ધરાશાયી…

  ભાભર, ભાભરમાં ૨૪ કલાકમાં પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જેના કારણે ભાભર બજાર અને રસ્તા માં ઘુંટણ સમાં પાણી ભરાતા ભારે હાલાકી ભોગવતા રાહદારી અને વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. બજાર ની દુકાન માં પાણી અને નીચાણવાળા ઘરમાં પાણી ભરાતા લોકો ની હાલત કફોડી બની ગઈ હતી શાકભાજી ની રેકડી ફળ ફૂલ ના વેપાર ધંધા સ્થળે ફરી વળતાં નુકસાન થયું હતું. સતત વરસાદ ના કારણે એક મકાન ની દીવાલ પડતા પરિવાર નો આબાદ બચાવ થયો હતો. ભાભર પાલિકાના કરોડોના ખર્ચે બનેલા પ્રિમોન્સૂલ પલાન નિષ્ફળ નિવડયો છે. વરસાદી…

Read More

વિરમગામ મા મેઘરાજાની મહેર……

વિરમગામ, વિરમગામ મા મેઘરાજાની મહેર અને નગરપાલિકાનો કહેર વિરમગામ શહેર સહિત પંથકમાં સવારે છ વાગ્યાથી સતત વરસાદ છેલ્લા છ વાગ્યાથી ચાર વાગ્યા સુધી 4.5 વરસાદ નોંધાયો છે. વિરમગામ શહેર ના ભરવાડી દરવાજા નૂરી સોસાયટી રૈયાપુર દરવાજા જૂનીમિલની ચાલી ગોલવાડી દરવાજા વિરમગામ માંડલ રોડ પર ઢીંચણ સમા પાણી ભરાયા. વિરમગામ નગરપાલિકા તંત્રની પ્રિમોન્સુન ની અપૂરતી કામગીરી ને લઇને વીરમગામના રહીશોનો આક્રોશ જોવા મળી રહ્યો છે. વિરમગામ શહેરમાં હાલ કોરોનાની મહામારી ચાલતી હોવા છતાં ઠેર-ઠેર ગંદા પાણી અને ગંદકી અને કચરાના ઢગલા જોવા મળે છે. રિપોર્ટર : નસીબ ખાન મલેક, વિરમગામ

Read More

પાટણ આનંદ સરોવર ઓવરફ્લો થતા પાટણની મુલાકાતે ….

પાટણ, પાટણ આનંદ સરોવર ઓવરફ્લો થતા પાટણના જાગૃત ધારાસભ્ય ડૉ. કિરીટ સી. પટેલ, ચીફ ઓફિસર પાંચાભાઈ માળી, ભરત ભાટીયા, જયેશ પટેલ, મુકેશભાઈ જોષી, અને પાટીદાર કિસાન સેના ના કાર્યકરોએ પાટણ શહેર ના વરસાદી પાણી ભરાતા વિસ્તારોમાં રૂબરૂ મુલાકાત કરી હતી. તેમજ કેનાલ નો સર્વે કરી કેનાલમાં અવરોધ કરતા તમામ અવરોધો તોડી દીધા હતા. તેમજ વહીવટી તંત્રની સૂચનાથી અવરોધો દૂર કર્યા હતા. રિપોર્ટર : બાબુભાઇ પરમાર, રાધનપુર  

Read More

રાધનપુર સિટીમાં ધોધમાર વરસાદથી હાઈવેથી પટણી ગેટ સુધી ઘુટણ સુધી પાણી ભરાયા

રાધનપુર, રાધનપુર નગર ના ટાવર રોડ પર એક જુનું મકાન ધરાશય થયું તે કારણે રસ્તો બ્લોક થયો હતો જેથી રસ્તા ને ખુલ્લો કરવા ની કામગીરી શરૂ કરાઈ, રાધનપુર ગોઠવાડ વિસ્તારમા અતિભારે વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારમાં પાણી ઘરમાં ઘુસી ગયા. અને ‘ઓ બાપુ’ ની બુમરાણ ઊઠવા પામેલ હતી. વરસાદ હળવાસ લેતા ઠેર ઠેર ગંદકી નું સિમરાજય જોવા મળેલું. નગરપાલિકા આ ગોઠવાડ વિસ્તારમાં રહેતા લોકો પાણી નો યોગ્ય નિકાલ તથા ગંદકી દુર કરવામાં આવે કર્ણ કે ગંદકીના કારણેરોગચાળો ફેલાય તેવી શક્યતા ઉભી થાય તેમ છે . યોગ્ય ઘટતું કરવા લોક માંગ ઉઠવા…

Read More

કાંકરેજ તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાત થી ભારે મેઘમહેર યથાવત…

કાંકરેજ, હવામાન વિભાગ ની આગાહી ને લઈ બનાસકાંઠા કાંકરેજ તાલુકામાં છેલ્લા ૨૪ કલાક થી પડી રહ્યો છે. … વરસાદ ના કારણે રોડ રસ્તા , ખેતરો તથા શહેર ના નીચાણવાળા વિસ્તારો માં ભરાયા પાણી…. પવન ના સુસવાટા તથા વીજળી ના કડાકા સાથે વરસી રહ્યો ભારે વરસાદ … ગ્રામ્ય વિસ્તાર માં વોહળા નાળા છલકાતા તળાવ માં આવ્યા નવા નીર….. વાવેતર કરેલ ખરીફ પાકો પાણી માં ગરકાવ … ભારે વરસાદ ને લઈ ખેતરોમાં પાણી ભરાતા પાક માં નુકશાન ની ભીતી સેવાઇ…. રિપોર્ટર : કનુજી ઠાકોર, કાંકરેજ

Read More

વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ લેવાયેલા જનહિતલક્ષી મહત્વપૂર્ણ પગલાંઓની ઝાંખી પ્રસ્તુત કરતું પુસ્તક નુ વિતરણ

થરાદ, આજ રોજ થરાદ નગરપાલિકા વિસ્તાર ના વોડ નંબર 1 મા માન્ય મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના સફળતા ના ચાર વર્ષ નિર્ણાયક સરકાર ના સફળ રીતે પુરા થયા છે ત્યારે કોરોના સામે ના જગમાં માન્ય મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ લેવાયેલા જનહિતલક્ષી મહત્વપૂર્ણ પગલાંઓની ઝાંખી પ્રસ્તુત કરતું પુસ્તક નુ વિતરણ ગુજરાત રાજ્ય યુવક બોડ ના સંયોજક શૈલેષભાઇ ચૌધરી માંગરોળ તેમજ જીલ્લા સંયોજક વિનોદભાઇ પટેલ અને ગૌરાંગ પાધયા ના માર્ગ દર્શન મુજબ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Read More

બનાસકાંઠા ના વાવ તાલુકાના ચોથાનેસડા ગામ ની સીમમાં ત્રણ ચાર દિવસ થી દીપડાએ હા હા કાર

થરાદ, બનાસકાંઠા ના વાવ તાલુકાના ચોથાનેસડા ગામ ની સીમમાં ત્રણ ચાર દિવસ થી દીપડાએ હા હા કાર મચાવી દીધી છે. ગઈ કાલની રાતના સમયે ચોથાનેસડા ના ગંગારામ ભાઈ વન વિભાગ માં ફરજ બજાવિ રહેલ રાતના સમયે દીપડાએ હુમલો કરેલ અને બિજા ચોથાનેશડા ગામ ના ઠાકોર સમાજ ના ભાઈ ઉપર પણ હૂમલો કર્યો હતો. આ ઘટના જોઈને વાવ તાલુકામાં ફફડાટ મચી જવા પામ્યો હતો. રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Read More