ગીર સોમનાથ જીલ્લા ખાતે ૭૧ મો જીલ્લા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ ભગવાન સોમનાથના સાનિધ્યમાં સંપન્ન થયો

ગીર સોમનાથ, પ્રતિ વર્ષ વન વિભાગ દ્વારા દરેક જગ્યાએ વન મહોત્સવના કાર્યક્રમની ઉજવણી અલગ -અલગ જગ્યાએ કરવામાં આવે છે. ચાલુ સાલે પણ વન મહોત્સવની ઉજવણી ગીર-સોમનાથ જીલ્લામાં ભગવાન સોમનાથના સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના ટુરીસ્ટ ફેસેલીટી સેન્ટર ભવન ખાતે કરવામાં આવી. આ તકે એ પણ યાદ કરવામાં આવ્યું કે, સૌ પ્રથમ આ વન મહોત્સવની શરૂઆત વર્ષ ૧૯૫૦ માં તા.૩૦-૦૭-૧૯૫૦ ના રોજ તે સમયના સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી કનૈયાલાલ માણેકલાલ મુન્શીના વરદ હસ્તે સોમનાથ ટ્રસ્ટના દેહોત્સર્ગખાતે વૃક્ષા રોપણ કરી કરવામાં આવેલ હતી . આજ રોજ તા.૦૬-૦૮-૨૦૨૦ ના રોજ ૭૧ માં વન મહોત્સવની ઉજવણી…

Read More

કોડીનારના પી.આઈ. જી.કે.ભરવાડ ની બદલી રોકવા કોડીનારની સહકારી સંસ્થાઓએ ગૃહમંત્રી ને રજુઆત કરી

કોડીનાર, કોડીનારના બાહોશ અને પ્રજાના મિત્ર તરીકે લોકપ્રીય પી.આઈ.જી.કે.ભરવાડ ની અમદાવાદ ખાતે બદલી થતાં આ બદલીના હુકમ નો કોડીનાર તાલુકામાં ઠેરઠેર ભારે વિરોધ થઈ રહ્યો છે અને લોકોમાં નિરાશા સાથે ભારે રોષ ફેલાઈ રહ્યો છે ત્યારે કોડીનાર ની લગભગ તમામ સહકારી સંસ્થાઓએ પ્રજા નો મિજાજ પારખીકર્મનિષ્ઠ અધિકારી પી.આઈ.ભરવાડ ની બદલી રોકાવા માટે મેદાને પડી ગૃહમંત્રીને પત્ર પાઠવી રજુઆત કરી. તાકીદે પી.આઈ.ભરવાડ ની બદલી નો હુકમ રદ કરવા માંગણી કરી છે. કોડીનાર ચેમ્બર્સ ઓફ કોમર્સ, નગરપાલિકા, માર્કેટીંગ યાર્ડ, નાગરીક સહકારી બેંક, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓએ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખી કરેલી…

Read More

કોડીનાર પોલીસે એક એવા શખ્સની ધરપકડ કરી છે. જે અંબુજા સિમેન્ટ ફેકટરના કીલન પંપ માંથી બપોરે ૧૦૦ લીટર ડીઝલ ની ચોરી કરી

કોડીનાર, સમગ્ર મામલા પર નજર કરીએ તો, વેરાવળ – કોડીનાર હાઈવે પર આવેલ અંબુજા સિમેન્ટ ફેકટરીમાં ૧૦૦ લીટર ડીઝલ આશરે કુલ રૂ.૫૦૦૦/- ની ચોરી કિલન પંપ માંથી ડીઝલ કાઢી ચોરી કરી હતી. જે બાબતની કોડીનાર પોલીસએ બાતમી આધારે તપાસ કરી આરોપી રાહુલભાઈ સરમણભાઈ કછોટ ઉ.વ.૧૯ ધંધો – મજુરી રહે. લોઢવા તા.સુત્રાપાડા જી.ગીર સોમનાથ વાળાને પકડી પાડી ધોરણસર અટક કરવામાં આવેલ છે. તથા આગળની તપાસ સર્વે લન્સ સ્કવોડ ઇન્ચાર્જ પી.એસ.આઈ. આર.આર.ગરચર  ચલાવી રહ્યા છે.   રિપોર્ટર : અગ્રાવત ભગીરથ, કોડીનાર

Read More

કોડીનારમાં બાળકોના શિક્ષણિક ભવિષ્ય માટે અનોખી પહેલ…

કોડીનાર, હાલના કોવિડ-૧૯ ના કપરા સમયમાં દિન પ્રતિ દિન કોરોના મહામારી ના કેસો સતત વધી રહ્યા છે, આવા સમયમાં શેક્ષણિક સંસ્થાઓ ક્યારે શરૂ થાય તે નક્કી નથી ત્યારે કોડીનાર તાલુકામાં શિક્ષણ પ્રત્યે સતત જાગૃત રહેતા કોડીનાર નગરપાલિકા ના સહિયારા પ્રયત્ન થી કોડીનાર તાલુકાના બાળકોના શેક્ષણિક ભવિષ્ય માટે રાજમોતી ડીઝીટલ કેબલ નેટવર્ક ના માધ્યમ થી બાળકોને ફ્રી શિક્ષણ આપવાનું આવકાર દાયક પગલું ભર્યું છે. કોરોના ના કપરા મોંઘવારીના સમયમાં દરેક પરિવારોને મોબાઈલ રિચાર્જ પર વડે તેમ ન હોય તેમજ અનેક ગરીબ બાળકો પાસે એન્ડ્રોઇડ મોબાઈલ ન હોય તેમજ બાળકો ને મોબાઈલ…

Read More

ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા કરોડો ના ખર્ચે બનાવેલ વાસણા રોડ પર પાણી ભરાયા

ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા વાસના અને ધનાલ ગામ ને જોડતો રોડ હાલ માં જ કરોડો ના ખર્ચે બનાવેલ આરસીસી રોડ હજુ તો એક જ વરસાદ માં પાણી ના તળાવ ભરાઈ ગયા છે. આવતા જતા વાહન ચાલકો ને અને આજુબાજુ રહેતા પ્રજા જનો ને ખુબજ મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ઘૂંટણ સુધી ભરાઈ જાય છે તો આજુબાજુ રહેતા લોકો ને તે પાણી માંથી પસાર થવું પડે છે .આ તંત્ર દ્વારા ઘોર બેદકારી નજરે પડી રહી છે. કેટલીક અપીલ ઓ દ્વારા કોઈ પણ પ્રકાર નું કઈ કરવા માં આવ્યું નથી. રિપોર્ટર…

Read More

દિયોદર પ્રગતિ નગર સોસાયટી  મા પાણી ભરાતા રોગચાળા ની ભીતી

દિયોદર, દિયોદર માં આવેલ પ્રગતિ નગર સોસાયટીમાં પાણીના નિકાલ ની કોઈ વ્યસવસ્થા ના હોવાથી વરસાદી પાણી ભરાઈ રહે છે જેનાથી આવનારા સમયમાં ભયંકર રોગચાળાની દહેશત ફેલાઈ રહેલ છે પ્રગતિ નગરના રહીશો દ્વારા અવાર-નવાર પાણીના નિકાલ માટે પ્રશાસન ને જાણ કરેલ હોવા છતાંય આજ દિન સુધી યોગ્ય અને નક્કર પગલાં ના ભરવાથી આવનારા સમયમાં પ્રગતિ નગરના રહીશો રોગચાળા જેવી ભયંકર મહામારી નો શિકાર બને તેવી ભીતિ વર્તાઈ રહેલ છે. રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Read More

અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર નું ભૂમિપૂજન થતાં દિયોદર તાલુકાના લવાણા, પાલડી વગેરે ગામો માં દિવાળી જેવો માહોલ યોજાયો

દિયોદર, અયોધ્યા ખાતે છે રામ મંદિર નું ભૂમિ પૂજન થતા દિયોદર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ વગેરે સંગઠન દ્વારા ઠેર ઠેર ઠોલ, નગારાં અને ફટાકડા ફોડી અને રાત્રે ઠેર ઠેર દીવા આરતી ના પ્રોગ્રામો યોજાયા હતા.  લોકો માં દીવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.  શ્રી રામના નારા વચ્ચે લોકો ઝુમી ઉઠયા હતા. રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Read More

રાજકોટ શહેર મહાનગરપાલિકાની ગાર્ડન શાખા અને ફાયર બ્રિગેડની ટિમો લાગી કામે. અવીરત વરસાદના કારણે નુકશાન

રાજકોટ, રાજકોટ શહેર ગતરાત્રીના શહેરમાં વરસેલ અવીરત વરસાદના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થવાની મોટા પ્રમાણમાં ફરિયાદ થયેલ હતી. ભારે પવન વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થયા હતા. રાજકોટ શહેરમાં વૃક્ષ ધરાશાયી થવાની ૭૦ થી વધુ ફરિયાદો નોંધાય હતી. રાજકોટ શહેર મહાનગરપાલિકાની ગાર્ડન શાખા અને ફાયર બ્રિગેડની ટિમો લાગી કામે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેર ગોંડલ રોડ સ્કોડાના શો-રુમ સામે પૂર ઝડપે ટ્રકના ચાલકે બાઈકમાં જઇ રહેલા ત્રણ મિત્રોને હડફેટે લેતા. એક યુવાનનુ ધટનાસ્થળે મોત

રાજકોટ, રાજકોટ શહેર લોઠડા ગામે રહેતા રાજેશ સરજુભાઈ ઉ.૨૩ વિષ્ણુદાસ ગભાદાસ ઉ.૨૦ અને અમીતદાસ ઉ.૨૫ ત્રીપલ સવારી બાઈકમાં જતા હતા. ત્યારે ગોંડલ રોડ સ્કોડાના શો-રુમ સામે અજાણ્યા ટ્રકના ચાલકે હડફેટે લેતા ત્રણેયને માથે અને શરીરે ઇજા થતાં ૧૦૮ મારફતે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેને ફરજ પરના તબીબે રાજેશને મૃત જાહેર કર્યો હતો. યુવાનના મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રકના ચાલક વિરુધ્ધ ગુનો નોંધવા તજવીજ આદરી છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેરમાં રાત્રે 8 વાગ્યાના અરસામાં એકા-એક ભારે તોફાની પવન સાથે વરસાદ શરૂ થયો હતો. અડધા કલાકમાં શહેરમાં ર ઈંચ પાણી પડી ગયું

રાજકોટ, રાજકોટ શહેર તા.૬.૮.૨૦૨૦ ના ગઈકાલ રાત્રીના પ્રથમ પહોરમાં 0॥ કલાક એકા-એક અને કોઈપણ કડાકા ભડાકા વિના ભારે તોફાની પવન સાથે ઝંઝાવાતી વરસાદ પડ્યો હતો. અને શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયા હતા. આથી અનેક જગ્યાએ ટ્રાફીક જામ થઈ ગયો હતો. રાજમાર્ગો ઉપરથી જાણે નદીઓ વહેતી થઈ હતી. અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ફાયરબ્રિગેડના ચોપડે વરસાદ નોંધાયો હતો જે મુજબ કાલાવડ રોડ વિસ્તારમાં એટલે કે નવા રાજકોટમાં ર ઈંચ (૫૦.M.M) નોંધાયો હતો. : તો મધ્ય રાજકોટ અને બેડીપરા જુના રાજકોટમાં 1॥ ઈંચ…

Read More