રાજકોટ,
રાજકોટ શહેર તા.૬.૮.૨૦૨૦ ના ગઈકાલ રાત્રીના પ્રથમ પહોરમાં 0॥ કલાક એકા-એક અને કોઈપણ કડાકા ભડાકા વિના ભારે તોફાની પવન સાથે ઝંઝાવાતી વરસાદ પડ્યો હતો. અને શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયા હતા. આથી અનેક જગ્યાએ ટ્રાફીક જામ થઈ ગયો હતો. રાજમાર્ગો ઉપરથી જાણે નદીઓ વહેતી થઈ હતી. અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ફાયરબ્રિગેડના ચોપડે વરસાદ નોંધાયો હતો જે મુજબ કાલાવડ રોડ વિસ્તારમાં એટલે કે નવા રાજકોટમાં ર ઈંચ (૫૦.M.M) નોંધાયો હતો. :
તો મધ્ય રાજકોટ અને બેડીપરા જુના રાજકોટમાં 1॥ ઈંચ (30.M.M) વરસાદ નોંધાયો હતો. આ વરસાદના કારણે ફાયર બ્રિગેડમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને વૃક્ષો પડી ગયાની ફરિયાદનો ઢગલો થયો હતો અને સ્ટાફ ફરિયાદ લખવામાં ઓછો પડતો હતો.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ