જસદણમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, જસદણ

                        જસદણમાં પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે ખોડલધામ સમિતિના ચેરમેન નરેશભાઈ પટેલનો જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ વેક્શિન કેમ્પનું આયોજન કરાયું. બીજી તરફ રાજકોટ જિલ્લાના અને ગામો ની અંદર અલગ અલગ જગ્યાએ બ્લડ ડોનેટ કેમ્પ આયોજન કરાયું છે ત્યારે ઘણા લોકો બ્લડ ડોનેટ કેમ્પ તેમજ વેક્સિન નો લાભ લીધો. આ કાર્યક્રમ સવારમાં 9 વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવ્યા હતો. આ બ્લડ કેમ્પમાં દિનેશ બાંભણિયા ડોક્ટર કમલેશ હિરપરા તેમજ પાટીદાર શૈક્ષણિક ના કાર્યકર્તાઓ સહિત લોકો જોડાયા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે આ કાર્યક્રમની અંદર ૩૦૦ થી પણ વધારે બ્લડની બોટલો એકત્ર કરવામાં આવી તેમજ 50થી વધારે લોકોએ કોરોનાવેક્સસીન નો લાભ પણ લીધો ટૂંક સમયની અંદર શરૂ કરવામાં આવેલું પાટીદાર સૈક્ષણિક ભવન ખૂબ જલદીથી કાર્યરત થશે તેઓ પાટીદાર શૈક્ષણિક ભાવના આગેવાનો કહી રહ્યા છે.

રિપોર્ટર: વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment