ઝમરાળા શ્રી ડી.વી.સુતરિયા કે.વ.શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, બોટાદ

  ઝમરાળા ડી.વી.સુતરિયા કે.વ.શાળા ખાતે આજ રોજ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

  આ કાર્યક્રમની શુભ શરૂઆત મહેનામઓના સ્વાગત સાથે ધો.૧ માં પ્રવેશ લેતા બાળકોનું ઢોલ નગારા સાથે સ્વાગત અને પુષ્પવર્ષા કરી હતી. મહેમાનઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી.

  આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા નિરીક્ષક સ્થાનિક ભંડૉળ હિસાબ જે.જે.ત્રિવેદીએ ધો-૧ માં પ્રવેશ પામનારા ભુલકાઓને પુસ્તકો અને કીટ્સનું વિતરણ કરીને સ્વાગત કર્યુ તેમજ દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી હેતલબેન દવેએ પ્રેરક ઉદ્દ્બોધન કર્યું હતું. આ પ્રસંગે તેજસ્વી તારલાઓનું તથા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અંતમા શાળાના મેદાનમાં મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.bઆ કાર્યક્રમના અંતે આભારવિધિ શાળાના આચાર્ય કલ્પેશભાઈ દસાડીયાએ કરી હતી. આ પ્રસંગે સરપંચ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment