કોડીનારના પી.આઈ. જી.કે.ભરવાડ ની બદલી રોકવા કોડીનારની સહકારી સંસ્થાઓએ ગૃહમંત્રી ને રજુઆત કરી

કોડીનાર,

કોડીનારના બાહોશ અને પ્રજાના મિત્ર તરીકે લોકપ્રીય પી.આઈ.જી.કે.ભરવાડ ની અમદાવાદ ખાતે બદલી થતાં આ બદલીના હુકમ નો કોડીનાર તાલુકામાં ઠેરઠેર ભારે વિરોધ થઈ રહ્યો છે અને લોકોમાં નિરાશા સાથે ભારે રોષ ફેલાઈ રહ્યો છે ત્યારે કોડીનાર ની લગભગ તમામ સહકારી સંસ્થાઓએ પ્રજા નો મિજાજ પારખીકર્મનિષ્ઠ અધિકારી પી.આઈ.ભરવાડ ની બદલી રોકાવા માટે મેદાને પડી ગૃહમંત્રીને પત્ર પાઠવી રજુઆત કરી. તાકીદે પી.આઈ.ભરવાડ ની બદલી નો હુકમ રદ કરવા માંગણી કરી છે. કોડીનાર ચેમ્બર્સ ઓફ કોમર્સ, નગરપાલિકા, માર્કેટીંગ યાર્ડ, નાગરીક સહકારી બેંક, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓએ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખી કરેલી રજુઆતમાં જણાવ્યા મુજબ કોડીનાર પોલીસ સ્ટેશન નું ઇન્ચાર્જ પી.આઈ.થી લાંબો સમય ગાડુ ચલાવ્યા બાદ ગત નવેમ્બરમાં જવાબદાર અને પ્રમાણિક અધિકારી તરીકે પી.આઈ.જી.કે.ભરવાડ ની નિમણુંક થયા બાદ શહેર અને તાલુકામાં કાયદો વ્યવસ્થા સારી રીતે ચાલી રહ્યો છે ,ત્યારે જ બહુ ટૂંકા ગાળામાં કર્મનિષ્ઠ અધિકારીની અમદાવાદ ખાતે બદલી થતાં આ બદલી તાત્કાલીક ધોરણે અટકાવવા અને પી.આઈ.જી.કે.ભરવાડ ને કોડીનાર પોલીસ સ્ટેશનનો ચાર્જ ન છોડવા આદેશ કરવા પત્રમાં માંગણી કરવામાં આવી છે. કોડીનારના તમામ સમાજો ને એકસૂત્રે રાખી,લોકોમાં સાચા રક્ષક અને પ્રજાના મિત્ર તરીકેની છાપ ઉભી કરનાર પી.આઈ.ભરવાડ ની અમદાવાદ બદલી થતા તેમની બદલીનો કોડીનારના દરેક સમાજમાં ભારે વિરોધ થઈ રહ્યો છે,અને આ બદલી અટકાવવા પ્રજાજનો લડી લેવાના મૂડમાં હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે કોડીનાર સમાજ જીવન ની જરૂરિયાત અને ક્રાઇમ રેટ ના દ્રષ્ટિકોણ ને ધ્યાને રાખી પી.આઈ.જી.કે.ભરવાડ ની બદલી તાત્કાલિક અસર થી રદ કરવા જાણકારો જણાવી રહ્યા છે.

રિપોર્ટર : ભગીરથ અગ્રાવત, કોડીનાર

 

Related posts

Leave a Comment