કોડીનાર,
હાલના કોવિડ-૧૯ ના કપરા સમયમાં દિન પ્રતિ દિન કોરોના મહામારી ના કેસો સતત વધી રહ્યા છે, આવા સમયમાં શેક્ષણિક સંસ્થાઓ ક્યારે શરૂ થાય તે નક્કી નથી ત્યારે કોડીનાર તાલુકામાં શિક્ષણ પ્રત્યે સતત જાગૃત રહેતા કોડીનાર નગરપાલિકા ના સહિયારા પ્રયત્ન થી કોડીનાર તાલુકાના બાળકોના શેક્ષણિક ભવિષ્ય માટે રાજમોતી ડીઝીટલ કેબલ નેટવર્ક ના માધ્યમ થી બાળકોને ફ્રી શિક્ષણ આપવાનું આવકાર દાયક પગલું ભર્યું છે.
કોરોના ના કપરા મોંઘવારીના સમયમાં દરેક પરિવારોને મોબાઈલ રિચાર્જ પર વડે તેમ ન હોય તેમજ અનેક ગરીબ બાળકો પાસે એન્ડ્રોઇડ મોબાઈલ ન હોય તેમજ બાળકો ને મોબાઈલ ના વ્યસન થી દુર રાખવા અને બાળકો માતા પિતાની નજર સમક્ષ શિક્ષણિક કાર્ય કરી શકે તે માટે રાજમોતી ડીઝીટલ કેબલ નેટવર્ક ના માધ્યમ થી કોડીનારની ૪ શાળાઓ નાલંદા વિધાલય, શાહ એમ.એમ.હાઈસ્કૂલ, મ્યુ.ગર્લ્સ હાઈસ્કૂલ અને એસ.કે.એમ.ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ દ્વારા ધોરણ ૯-૧૦-૧૧-૧૨ કોમર્સ, આર્ટ્સ, સાયન્સ ના દરેક વિષયોનું પિરિયડ વાઇઝ વિષય તજજ્ઞો દ્વારા શિક્ષણ આપવાની જાહેરાત કોડીનાર નગર પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર ગીર સોમનાથ જીલ્લા માં સૌથી વધુ ફેલાવો ધરાવતા રાજમોતી ડીઝીટલ કેબલ નેટવર્ક ઉપર ફ્રી શિક્ષણ આપવાનો નિર્ણય થી સમગ્ર જીલ્લા ના વિદ્યાર્થીઓ અને વાલીગણો માટે ફાયદાકારક હોવાનુ શિક્ષણ જગતના જાણકારો માની રહ્યા છે.
રિપોર્ટર : અગ્રાવત ભગીરથ, કોડીનાર