જામનગર જિલ્લા/શહેર કોંગ્રેસ તથા યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વામી વિવેકાનંદ ની પ્રતિમા સામે ધરણાં અને સ્વામી વિવેકાનંદ ની પ્રતિમા ની સામે આવેદનપત્ર આપી

કાલાવડ, હિન્દ ન્યૂઝ

આજે સવારે ૧૦-૩૦ કલાકે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનિય અમિતભાઈ ચાવડા ની સુચના મુજબ કેન્દ્ર સરકાર ના તઘલગી નિણર્ય થી વિદ્યાર્થીઓ ની જેઈઈ- નિટ(JEE-NEET)ની પરીક્ષા ઓ લેવા માટે ના નિણર્ય થી વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ ની માંગણી મુજબ આ પરીક્ષા ઓ મુલતવી રાખવામાં આવે તેવી માંગ ઉઠી છે, છતાં કેન્દ્ર સરકાર આ બાબતે અડગ રહેતા જામનગર જિલ્લા/શહેર કોંગ્રેસ તથા યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વામી વિવેકાનંદ ની પ્રતિમા સામે ધરણાં અને સ્વામી વિવેકાનંદ ની પ્રતિમા ની સામે આવેદનપત્ર આપી તથા પુષ્પાંજલિ અર્પણ કરી ને ધરણાં નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.

જેમાં જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ ના કાયૅકારી પ્રમુખ  કર્ણદેવસિહ જાડેજા, કે.પી.બથવાર, જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઉપેન્દ્રસિંહ જાડેજા, જામનગર જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ વશરામભાઇ રાઠોડ, જામનગર જિલ્લા પંચાયત ના સદસ્ય હેમંત ભાઈ ખવા, જામનગર શહેર કોંગ્રેસ સમિતિ ના કાયૅકારી પ્રમુખ અશોકભાઈ ત્રિવેદી, જામનગર શહેર મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રંજનબેન ગજેરા, પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહિલા મહામંત્રી સહારાબેન મકવાણા, પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહિલા મંત્રી પુજાબેન નકુમ,કોપૉરેટર જેતુનબેન રાઠોડ,યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડૉ.તૌશિફખાન પઠાણ, શહેર યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહીપાલ સિંહ જાડેજા, શકિતસિંહ જેઠવા, ચિરાગભાઈ ઝિઝુવાડીયા, જીગર રાવલ તથા દરેક હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : ભોજાભાઈ ટોયટા, કાલાવડ

Related posts

Leave a Comment