કાલાવડ તાલુકાના નિકાવા ગામે કોરોનાનું આગમન, પિતા પુત્રના રીપોર્ટ આવ્યા પોઝેટીવ

નિકાવા, કાલાવડ

કાલાવડ તાલુકાનું નિકાવા ગામ અત્યાર સુધી કોરોના મુક્ત હતુ પરંતું આજે પિતા પુત્રના કોરોના પોઝેટીવ રીપોર્ટ આવતા નિકાવામાં ભય નો માહોલ જોવા મળ્યો. આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતિ અનુસાર કાલાવડ તાલુકાના નિકાવા ગામે રહેતા મોહનભાઈ શિવાભાઈ મારવીયા ઉ.વ.૬૫ અને તેમના દિકરા કાનાભાઈ મોહનભાઈ મારવીયા ઉ.વ.૩૬ ના કોરોના ટેસ્ટ માટેના સેમ્પલ લીધા હતા.

જેનો આજે રીપોર્ટ પોઝીટીવ આવતા કન્ટેન્મેન્ટ એરીયા જાહેર કરતાં નિકાવા આરોગ્ય ટીમના ડો.સોલંકી, આરોગ્ય કર્મચારીઓ રમેશભાઈ બથવાર અને હરેશભાઈ ગરૈયા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી.

રિપોર્ટર : ભોજાભાઈ ટોયટા, નિકાવા

Related posts

Leave a Comment