અંબાજી RTO ચેકપોસ્ટ પર ટ્રક ચાલકો પાસે થી પૈસા પડાવતા હોવાનો આક્ષેપ

અંબાજી,

અંબાજી આર.ટી.ઓ ચેક પોસ્ટ પર ટ્રક ચાલકો પાસે થી પૈસા પડાવતાં હોવાના આક્ષેપ દાંતા અંબાજી વિસ્તારમાં આર.ટી.ઓ ના સિમ્બોલ વાળી ગાડીમાં સવાર વ્યક્તિઓ દ્વારા રાત્રી દરમ્યાન શંકાસ્પદ રીતે કામગીરી કરવામાં આવી રહી છે. આ ટીમ અસલી છે કે નકલી એ બાબત જાણવા જેવી છે. ગુજરાત આર.ટી.ઓ ચેકપોસ્ટ નાબૂદ કરી હોવા છતાં સાદા ડ્રેસમાં રહેલા અધિકારી ઉઘરાણી કરી રહ્યા છે. રાજસ્થાન થી ગુજરાત તરફ આવતી ગાડીઓ ના ચાલકો ને પણ હેરાન કરાય છે. ડ્રાઈવરો પાસે તમામ કાગળીયા હોવા છતાં ગાડીઓ રોકવામાં આવી રહી છે. ગાડીઓ અંડર લોડ હોવા છતાં પૈસા માંગવામાં આવી રહ્યાં છે. આમ કલાકો સુધી વાહન ચાલકોને રોકી રાખવામાં આવે છે વાહન ચાલકો દ્વારા આ બાબતો નો વિવાદ થતા ગાડીઓ જવા દેવામાં આવે છે.

રિપોર્ટર : બિપિન સોલંકી , દાંતા

Related posts

Leave a Comment