દેવગઢ બારિયા થોડી થોડી વારમાં વીજળી ગુલ થતા નગરની જનતામાં રોષ જોવા મળ્યો

દેવગઢ બારિયા,

‌                    દેવગઢ બારિયા ખાતે પ્રાપ્ત વિગતો અનુસાર દેવગઢબારિયામા છેલ્લા કેટલાક સમયથી વીજળી ગુલ થવા બૂમો ઊઠવા પામી છે. દેવગઢ બારીયા નગરના પીઠા વિસ્તાર, ધાનપુર રોડ, ટેસ્ન‌ શેરી વગેરે વિસ્તારોમાં વિજળી ગુલ થવા નો વારંવાર બનવા લાગ્યા છે . જેથી આ વિસ્તારના લોકો રોષ જોવા મળે છે. દેવગઢ બારીયા એમજીવીસીએલ(જી.ઈ.બી)ના લેન્ડ લાઈન નંબર પર‌ ફોન કરતાં લાઈન ફોલ્ટ માં હોવાનું જાણવા મળ્યું હતું. હવે આ વિસ્તારમાં વીજ પુરવઠો બરાબર મળી રહે તેવું આ વિસ્તારના લોકો ઇચ્છી રહ્યા છે.

રિપોર્ટર : ફૈઝાન મફત, દેવગઢ બારિયા

Related posts

Leave a Comment