અમરેલી જિલ્લાના બગસરા શહેર અને તાલુકાના મુંજિયાસર ડેમ માં આવેલા નવા નીરના વધામણા

અમરેલી,

અમરેલી જિલ્લાના બગસરા શહેર અને તાલુકાના મુંજિયાસર ડેમ માં આવેલા નવા નીરના વધામણા કરતા અમરેલી જિલ્લાના ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરાએ
મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના બગસરા તાલુકા અને શહેર ના મુંજિયાસર ડેમ ઓવરફ્લો થતાં ભાજપના કાર્યકરો દ્વારા નવા નીરના વધામણા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ડેમ બગસરા શહેર ને પીવાનું પાણી પૂરું પાડે છે તેમજ આજુબાજુના ગામોમાં સિંચાઈ દ્વારા ખેડૂતોને પણ પાણી પૂરું પાડે છે. આ ડેમ છેલ્લા નવ વર્ષ પછી પહેલીવાર ઓવરફ્લો થયો હોવાની ચર્ચા થઈ રહી છે. આ મેઘ મહેરને અમરેલી જિલ્લાના ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા બગસરા તાલુકા પ્રમુખ રમેશભાઇ સતાસિયા તેમજ બગસરા શહેર અને તાલુકા ના ભાજપ કાર્યકર્તાઓ એ બગસરા મુંજીયાસર ડેમ ના નવા આવેલા નીરના વધામણા કર્યા હતા.

રિપોર્ટર : મનજીપરમાર, બગસરા

Related posts

Leave a Comment