જન્માષ્ટમીની ઉજવણીનાં ભાગરુપે મખાણુ ગામે vssm સંસ્થા અને ગ્રામજનો નાં સહયોગથી ૩૦૦૦ વૃક્ષો નું વાવેતર

દિયોદર,               જન્માષ્ટમી નાં પાવન પ્રસંગે દિયોદરના મખાણું ગામે વિચરતા સમુદાય સમર્થન મંચ અને ગ્રામજનોની લોકભાગીદારી થી મહકાળી માતાજીનાં મંદિરે ૩૦૦૦ વૃક્ષો જેવાકે લીમડો, રાયણ, પીપળો, બોરસલી, ઉમરો જેવા વૃક્ષો રોપવામાં આવ્યાં હતાં.  આ કાર્યક્રમમાં ગામના તમામ યુવાનો સાથે મળી વૃક્ષારોપણ કર્યુ હતુ. આ કાર્યક્રમમાં સંસ્થા નાં બનાસકાંઠા જીલ્લા સંયોજક નારણ રાવળ હાજર રહીને માર્ગદર્શન પુરુ પાડયુ અને મખાણું ગ્રામપંચાયત ના ઉત્સાહી સરપંચ ભાણાભાઈ એ સૌને સાથે રાખીને વૃક્ષારોપણ કરાવ્યું હતુ. આ પ્રસંગે બનાસડેરી ના મંત્રી જયરામભાઈ , ચૌધરી, વજાભાઇ વકીલ, દરઘાભાઈ, ચૌધરી મુળાભાઈ, ચૌધરી…

Read More

હડિયાણા ગામે મુસ્લિમ સમાજ ના કબ્રસ્તાન માં દફનવિધિ કોરોના વાઇરસ ના સરકારી નિયમ મુજબ pp કીટ પહેરીને કરવામાં આવી

હડિયાણા, હડિયાણા ગામે ગત ગુરુવારના રોજ એક મુસ્લિમ મહિલાની તબિયત સારી ન હોવાથી તેમને સારવાર અર્થે જામનગર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યા તેમને કોરોના ના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. તેમાં કોરોના પોઝિટિવ આવતા. તેમની કોરોના ની સારવાર શરૂ કરવામાં આવી હતી. જેમાં બુધવાર ના રોજ વહેલી સવારે તબિયત બગડી જતા ડોક્ટર દ્વારા તેમની તત્કાલીન વધુ સારવાર શરૂ કરી હતી. પણ સારવાર દરમ્યાન મોત થતાં ડોક્ટરે તંત્રને અને તેમના સગા ને જાણ કરી હતી. હડિયાણા ગામે મુસ્લિમ પરિવાર ના એક મહિલા સકીનાબેન અકબરભાઈ આબલીયા ઉં વ.(૪૫) ની હતી અને તેમને…

Read More

દિયોદર ના ચમનપુરા ગામે જુગાર રમતા 7 શકુની પોલીસ ના હાથે ઝડપાયા

દિયોદર, દિયોદર તાલુકા માં દિન પ્રતિદિન પોલીસ તંત્ર દ્વારા શ્રાવણ મહિના માં જુગાર રમતા ઈસમો સામે લાલઆંખ કરવામાં આવી રહી છે. જેમાં દિયોદર તાલુકા ના ચમનપુરા ગામે તીનપતિ નો જુગાર રમતા 7 શકુની ને પોલીસે ઝડપી પાડ્યા છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર પોલીસ ટિમ પેટ્રોલિંગ માં હતી તે સમય ખાનગી બાતમી મળેલ કે ચમનપુરા ગામ ની સિમ માં અમુક લોકો એકઠા થઇ તીનપતિ નો જુગાર રમી રહ્યા છે. તેવી બાતમી ના આધારે દિયોદર પોલીસ દ્વારા સ્થળ પર રેડ પાડવામાં આવતા તીનપતિ નો જુગાર રમતા (૧) સોમાભાઈ મેવાભાઈ પરમાર (૨)…

Read More

રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલમાં આજે ૬ દર્દીઓએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૩.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજે વધુ ૬ દર્દીઓએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે. સુરેન્દ્રનગરના ૧, રાજકોટના ૩, જૂનાગઢના ૧, કાલાવડના ૧, કુલ.૬ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યાં છે. 1. પ્રભુભાઇ મોહનભાઇ બેણાપિયા (ઉ.૫૫) સુરેન્દ્રનગર. 2. કિર્તીબેન સુરેશભાઇ અઢિયા (ઉ.૫૮) રાજકોટ. 3. દીપકભાઇ કાંતિલાલ ત્રિવેદી (ઉ.૬૫) રાજકોટ. 4. સમીરભાઇ મનસુખભાઇ (ઉ.૪૨) રાજકોટ. 5. ગુલામભાઇ મયુદીનભાઇ (ઉ.૬૫) જૂનાગઢ. 6. પ્રભાબેન દેવજીભાઇ (ઉ.૬૦) કાલાવડ. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ.

Read More

કામરેજ  ઉંભેળ ગામની સીમમાં આવેલ રોયલ એવન્યુ એપાર્ટમેન્ટ માંથી એક લાખના અફીણ ગાજો માલ સાથે એક વ્યક્તિ પકડાયો

કામરેજ, સુરત જિલ્લા એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસોએ કામરેજ તાલુકાના ઉંભેળ ગામની સીમમાં આવેલ રૉયલ એવન્યુ એપાર્ટમેન્ટ માંથી ૧.૦૩૪ કિલો અફીણ જેની કિંમત ૧.૩ લાખ સાથે મુળ રાજસ્થાન ના એક યુવાન ને પકડી લઈ રાજસ્થાનથી અફીણ આપી જનાર અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના એસ.ઓ.જી પી.આઇ આનંદ બ્રહ્મભટ્ટએ જિલ્લા પોલીસ વડાની સુચનાના આધારે સ્ટાફને જિલ્લામાં નાર્કોટિક્સ ના કેસ શોધી કાઢવા માટે જણાવ્યુ હતું આ અંગે સ્ટાફ ના માણસોએ તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન એસ.ઓ.જી માં ફરજ બજાવતા હે.કો રોહિત તેમજ રાજેશને બાતમી…

Read More

જામનગર માં હિન્દુ સેના દ્વારા જન્માષ્ટમી ના દિવસે રક્તદાન કેમ યોજાયો

જામનગર, જામનગર મા કરોડપતિ હનુમાન મંદિરે હિન્દુ સેના કાર્યાલય પર હિન્દુ સેનાના સૈનિકો દ્વારા હાલના પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અને હિન્દુ સેના જિલ્લા યુવા અધ્યક્ષ મયુર પટેલ ના જન્મદિવસ નિમિત્તે જન્માષ્ટમી જેવા કૃષ્ણ ભગવાનના જન્મદિવસ હોય ત્યારે વિશ્વમાં જે કોરોના વાયરસ કોવિડ- 19 મહામારી બીમારી ફેલાયેલી છે. આવા સમયે જામનગરની જી.જી.હોસ્પિટલમાં બ્લડ બેંક માં બ્લડ ની જરૂરિયાત ઉભી થતી હોય, ત્યારે જી.જી. હોસ્પિટલની બ્લડ બેંક ના હેડ ડો. જે. એચ. વાછાણી, ટીમ ઇન્ચાર્જ ડો. પી. વી. ચુડાસમા, ડો. ભૂમિદા, ડો. સુમન, અર્ચનાબેન જેઠવા સહિતની ટીમના સહયોગથી હિન્દુ સેના દ્વારા રક્તદાન…

Read More

હડિયાણા ગામે જોષી પરિવારના સભ્યો દ્વારા પોતાના ઘરે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી

હડિયાણા, શ્રlવણ વદ આઠમ એટલે કૃષ્ણ જન્મોત્સવ નો આનંદ ઉત્સવની ભવ્ય રસધાર થી ઉજવણી અને દહીં હંડી મટકી ફોર્ડ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હડિયાણા ગામમાં શાસ્ત્રી ડી.કે. જોષી પરિવારના ઘરમાં આજે શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિ ભવ્ય ઉજવણી કરી હતી. જેમાં વડીલો અને દીકરાઓ અને પુત્રવધુઓ અને દીકરા ના નાના ભૂલકા ઓ એકી સાથે હળી મળી ને પોતાના નાના દીકરા હેતલભાઇ ની લાડકી દીકરી ને કાનુડા ના વેશભૂષા ધારણ કરીને કાર્યક્રમ દરમિયાન આખા પરિવારના સભ્યો એ કૃષ્ણ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરી ને સમગ્ર જોષી પરિવાર ધન્યતા અનુભવી હતી. રિપોર્ટર…

Read More

થાનગઢ ખાતે શ્રી રામાપીર ના મંદિરે ફૂલવાડી માં કૃષ્ણ જન્મ મહોત્સવ આયોજન

થાનગઢ,   થાનગઢ ખાતે શ્રી રામાપીર ના મંદિરે ફૂલવાડી માં કૃષ્ણ જન્મ મહોત્સવ આયોજન કરવામાં આવ્યું.  જન્માષ્ટમી હોવાથી રામાપીર ના મંદિરે ફુલવાડી,થાનગઢ ખાતે નાના નાના નટખટ કાનુડા ને તૈયાર કરીને મટકી ફોડનો કાર્યક્રમ, મહા આરતીનું આયોજન રેખાબેન પૂજારી તથા ફૂલવાડી શેરી મંડળ દ્વારા રામાપીર મહિલા મંડળ દ્વારા શ્રી કૃષ્ણજન્મોત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી.  રિપોર્ટર : જયેશ મોરી, થાનગઢ

Read More

લાઠી તાલુકાના દામનગર પોલીસ 08 શકુનીઓ ને ઝડપી પાડતી પોલીસ

લાઠી, હાલ શ્રાવણ મહિનો છે એવા સમય માં શ્રાવણ મહિનો માનવામાં એવુ આવે છે કે પવિત્ર મહિનો છે. આજ રોજ લાઠી તાલુકામાં આવેલ નારાયણ નગર પાસે આવેલ નવાગામ માં 08 શકુની ઓ ને દામનગર પોલીસ ઝડપી લીધા હતા. આ બધા વ્યક્તિ ઓ ઉપર કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. આ જુગાર માં ટોટલ મુદામાલ સહીત 10350 રકમ છે. શકુની ઓ નામ ( 1) જતીનભાઈ મનસુખભાઇ ગજેરા (2) બિપિન ભાઈ કરમશીભાઇ કાછડીયા(3) દિનેશભાઈ ગોરધનભાઈ કાનાણી (4) ધર્મેશભાઈ દેવરાજભાઇ કાનાણી (5) કિશોરભાઈ મધુભાઈ દેસાઈ(6) ચિરાગભાઈ ભરતભાઈ ગજેરા(7) અશોકભાઈ તુલસીભાઇ દેસાઈ (8) મનુભાઈ જીણાભાઇ…

Read More

અંબાજી ખાતે ૧૭ લોકો ના ટેસ્ટ કરવામાં આવ્યા ,2 પોઝેટીવ આવ્યા “

અંબાજી, ગુજરાતના યાત્રાધામ અંબાજી ખાતે છેલ્લા ૪ દિવસ થી રેપીડ કીટ દ્વારા કોરોના ટેસ્ટ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે અંબાજી બ્રહ્મપુરી વિસ્તારમાં આવેલા હેલ્થ વેલનેસ કેન્દ્ર ખાતે ધન્વંતરી રથ રેપીડ કીટ દ્વારા દાંતા મેડીકલ ઓફિસર ડૉ.તુષાર ત્રિવેદી અને તેમના સ્ટાફ દ્વારા પી.પી.ઈ કીટ પહેરીને કોરોના ના ટેસ્ટ કરવામાં આવે છે અને જેનો રિપોર્ટ પણ ગણતરી ના મિનિટો મા સ્થળ ઉપર આપવામાં આવે છે ૧૭ લોકો ના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમા ૧૫ લોકો ના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા અને ૨ લોકો ના રિપોર્ટ પોઝેટીવ આવ્યા હતા. આરોગ્ય વિભાગ…

Read More