જામનગર માં હિન્દુ સેના દ્વારા જન્માષ્ટમી ના દિવસે રક્તદાન કેમ યોજાયો

જામનગર,

જામનગર મા કરોડપતિ હનુમાન મંદિરે હિન્દુ સેના કાર્યાલય પર હિન્દુ સેનાના સૈનિકો દ્વારા હાલના પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અને હિન્દુ સેના જિલ્લા યુવા અધ્યક્ષ મયુર પટેલ ના જન્મદિવસ નિમિત્તે જન્માષ્ટમી જેવા કૃષ્ણ ભગવાનના જન્મદિવસ હોય ત્યારે વિશ્વમાં જે કોરોના વાયરસ કોવિડ- 19 મહામારી બીમારી ફેલાયેલી છે.

આવા સમયે જામનગરની જી.જી.હોસ્પિટલમાં બ્લડ બેંક માં બ્લડ ની જરૂરિયાત ઉભી થતી હોય, ત્યારે જી.જી. હોસ્પિટલની બ્લડ બેંક ના હેડ ડો. જે. એચ. વાછાણી, ટીમ ઇન્ચાર્જ ડો. પી. વી. ચુડાસમા, ડો. ભૂમિદા, ડો. સુમન, અર્ચનાબેન જેઠવા સહિતની ટીમના સહયોગથી હિન્દુ સેના દ્વારા રક્તદાન નો કેમ્પ યોજીને રક્તની જરૂરિયાત પૂરી પાડવા માટે વ્યવસ્થા ઊભી કરી હતી.

જે દરમ્યાન જામનગર જિલ્લાના હિન્દુ સેના પ્રમુખ વિનુભાઇ આહીર શહેરના યુવા પ્રમુખ ગુંજ કારીયા તેમજ હિન્દુ સેના ગુજરાત ના અધ્યક્ષ પ્રતિક ભટ્ટ, વ્યવસ્થા પ્રમુખ માધવ પુંજાની, ધીરેન નંદા, દિવ્યરાજસિંહ ઝાલા, કિશન દેસાઈ, પાર્થ ચોવટીયા, અર્જુન રાઠોડ, જયેશ પિલ્લે, રોનક જોશી, વિવેક, રણજીતસિંહ, રાજેન્દ્રસિંહ, પ્રણવ ઉનડકટ સહિતના સો થી ઉપર સૈનિકની  હાજર રહી જી. જી. હોસ્પિટલ ની બ્લડ ની જરૂરિયાત બોટલો પૂરી કરાવી હતી.

Related posts

Leave a Comment