કામરેજ  ઉંભેળ ગામની સીમમાં આવેલ રોયલ એવન્યુ એપાર્ટમેન્ટ માંથી એક લાખના અફીણ ગાજો માલ સાથે એક વ્યક્તિ પકડાયો

કામરેજ,

સુરત જિલ્લા એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસોએ કામરેજ તાલુકાના ઉંભેળ ગામની સીમમાં આવેલ રૉયલ એવન્યુ એપાર્ટમેન્ટ માંથી ૧.૦૩૪ કિલો અફીણ જેની કિંમત ૧.૩ લાખ સાથે મુળ રાજસ્થાન ના એક યુવાન ને પકડી લઈ રાજસ્થાનથી અફીણ આપી જનાર અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.

આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના એસ.ઓ.જી પી.આઇ આનંદ બ્રહ્મભટ્ટએ જિલ્લા પોલીસ વડાની સુચનાના આધારે સ્ટાફને જિલ્લામાં નાર્કોટિક્સ ના કેસ શોધી કાઢવા માટે જણાવ્યુ હતું આ અંગે સ્ટાફ ના માણસોએ તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન એસ.ઓ.જી માં ફરજ બજાવતા હે.કો રોહિત તેમજ રાજેશને બાતમી મળી હતી કે કામરેજ તાલુકાના ઉંભેળ ગામે આવેલ રોયલ એવન્યુ વિંગ ૨ માં પહેલા માળે ફ્લેટ નંબર ૧૦૨ માં રહેતા જોગરામ રાજપુરોહીત અફીણ ગાંજા નો વેપાર કરે છે. બાતમીના આધારે એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસોએ રેડ કરતા જોગરામ મસરારામ ઉર્ફે મીસરાજી રાજપુરોહિત ને તેમના ઘરેથી પકડી લીધો હતો. પોલીસે તેમની પાસેથી 1.034 કીલો અફીણ કબજે લીધું હતું.  પોલીસની પ્રાથમિક પુછતાછ માં તેમણે જણાવ્યુ હતુ. આ અફીણ તેને રાજસ્થાન માં રેહતા તેનમાં બે મિત્રો મોહન બિશનોઇ અને કૈંલાશ બિશનોઇ રાજસ્થાન પાસિંગની એક સફેદ રંગ ની બ્રેઝા ગાડીમાં અફીણ આપી ગયા હતા. પોલીસે તેની ધરપકડ કરી તેની પાસેથી – 1.03 લાખ નું અફીણ મોબાઈલ ફોન રોકડ મળી 1.11 લાખનો મુદ્દામાલ કબજે કરી મોહન અને કૈલાશ ને વોન્ટેડ જાહેર કર્યો છે.

રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત

Related posts

Leave a Comment