(૧) ભક્તિભુમી એપાર્ટમેન્ટ અને (૨) ભગીની નિવેદિતા ટાઉનશીપનાં સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ અને તાલીમ અપાઇ

હિન્દ ન્યુઝ, રાજકોટ

        રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે (૧) તા.૧૧/૦૩/૨૦૨૩ ના રોજ ભક્તીભુમી એપાર્ટમેન્ટ, નવો ૪૦ ફૂટનો રોડ, મટુકી રેસ્ટોરન્ટ પાછળ, મવડી  રાજકોટ તથા (૨) તા.૧૨/૦૩/૨૦૨૩ ના રોજ ભગીની નિવેદીતા ટાઉન શીપરેલનગરરાજકોટ ખાતે ચીફ ફાયર ઓફીસર આઇવીખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બીજેઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતુંઆ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ દ્વારા પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલ આયોજન કરવા સ્વેચ્છીક અરજી કરશે તેમને પહેલી તક આપવામાં આવશે.

ઉપરોક્ત ફાયર સેફટીની તાલીમ દરમ્યાન (૧) તા.૧૧/૦૩/૨૦૨૩ ના રોજ ભક્તીભુમી એપાર્ટમેન્ટ, નવો ૪૦ ફૂટનો રોડ, મટુકી રેસ્ટોરન્ટ પાછળ, મવડી  રાજકોટ હાઇરાઇઝ બિલ્ડીંગના ૩૦ થી ૩૫ રહેવાસીઓ અને (૨) તા.૧૨/૦૩/૨૦૨૩ ના રોજ ભગીની નિવેદીતા ટાઉન શીપરેલનગરરાજકોટ હાઇરાઇઝ બિલ્ડીંગના ૫૦ થી ૬૦  રહેવાસીઓ આ મોકડ્રીલમાં જોડાયેલજે મોકડ્રીલમાં ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના (૧) તા.૧૧/૦૩/૨૦૨૩ ના રોજ ભક્તીભુમી એપાર્ટમેન્ટ, નવો ૪૦ ફૂટનો રોડ, મટુકી રેસ્ટોરન્ટ પાછળ, મવડી  રાજકોટ ખાતે સ્ટેશન ઓફીસર એમ.કે.જુણેજાલીડીંગ ફાયરમેન જયેશભાઇ દાણીધારીયાફાયરમેન અનિલભાઇકિશોરભાઇ વડેખણીયા ડ્રાઇવર ભવદીપભાઇ (૨) તા.૧૨/૦૩/૨૦૨૩ ના રોજ ભગીની નિવેદીતા ટાઉન શીપરેલનગરરાજકોટ ખાતે  સ્ટેશન ઓફીસર એ.બી.ઝાલા, ફાયરમેન રણજીતભાઇ ભરડા હરેશભાઈ નાકીયા, વિજયભાઈ, મેહુલ અમલીયાર ડ્રાઈવર હરપાલસિંહ તથા ટ્રેનર સહિતના સ્ટાફ દ્વારા બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવોજાળવણી અને કઇ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો  તે અંગે તાલીમનું આયોજન કરવામા આવેલ.

Related posts

Leave a Comment