જીલ્લા કલેકટરે ઉનાળામાં પાણીની જરૂરિયાતને પહોચી વળવા તમામ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

ઉનાળાની શરૂઆતને પગલે જીલ્લામાં પાણીની સુવિધા સુનિશ્ચિત કરવા અને પાણીની સમસ્યાને પહોચી વળવા તેમજ જીલ્લા જળ અને સ્વચ્છતા એકમ અતર્ગત નલ સે જલ યોજનાના પ્રશ્નોને નિવારવા માટે જીલ્લા કલેકટર કચેરી કક્ષાએ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં એમજીવીસીએલ, વાસ્મો, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાણી પુરવઠા, કા.ઇજનેર-મીકેનીકલ, વાસ્મો યુનિટ મેનેજર, તેમજ માહિતી ખાતાના પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજવામાં આવી હતી. કલેકટર સુ સ્તુતિ ચારણે જણાવ્યું હતું કે જે એજન્સીઓને કામ આપવામાં આવેલું છે તેમનું સતત મોનીટરીંગ કરવામાં આવશે અને જો ખાનગી એજન્સીઓના કામમાં બેદરકારી જણાશે તો કલેકટર કચેરીથી સીધું જ જે-તે વિભાગને એજન્સી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવશે. જે ગામોમાં બોરવેલ, વોટર સોર્સ ઇસ્યુ કે પાવર સપ્લાયને લઈને સમસ્યા છે ત્યાં તાત્કાલિક ધોરણે સમસ્યાનું નિવારણ કરવા અધિકારીઓને સુચન કર્યું હતું. આ ઉપરાંત જે તાલુકાઓમાં અને ગ્રામ્ય લેવલે સુવિધાઓનો અભાવ છે ત્યાં એક અઠવાડિયામાં કામ શરુ કરીને અહેવાલ બનાવવા હુકમ કરેલ છે. માર્ચ મહિનો આવતા ગરમીનો પ્રક્રોપ વધતા લોકોની પાયાની જરૂરિયાત પાણીના ઉપયોગને પહોચી વળવા માટે જીલ્લા કલેકટરે ખાસ અંગત રસ લઈ જવાબદારી પૂર્વક પાણી વિતરણને લગતી યોજનાઓનું સુચારુ સંચાલન કરવા અનુરોધ કર્યો હતો.

Related posts

Leave a Comment