દાહોદ ખાતે ઇદ પર્વની ઉજવણી સાવચેતી સાથે કરવા કલેક્ટર વિજય ખરાડીની જાહેર અપીલ

દાહોદ, દાહોદ ખાતે કલેક્ટર વિજય ખરાડીએ રમજાન માસની પૂર્ણાહુતિ અને તે પ્રસંગે ઉજવાતા ઇદના તહેવાર અનુલક્ષીને તમામ મુસ્લિમ સમાજને શુભકામનાઓ પાઠવી છે અને રમજાન ઇદનો તહેવાર સામાજિક અંતરના પાલન, સેનિટાઇઝેશનના અનુપાલન સાથે મનાવવામાં આવે તેવી અપીલ કરી છે. ખરાડીએ આપેલા શુભકામના સંદેશમાં કહ્યું કે પવિત્ર રમજાન માસ દરમિયાન દાહોદના સમગ્ર મુસ્લિમ સમાજે રોજા રાખી ઇબાદત કરી છે. આ રમજાન માસમાં કોઇ પણ સામુહિક બંદગી ના કરીને તમામ લોકોએ ખૂબ જ નેકીનું કામ કર્યું છે. વહીવટી તંત્ર અને પોલીસને અત્યાર સુધી મુસ્લિમ સમાજે સુંદર સહયોગ આપ્યો છે. કોરોના વાયરસના સંક્રમણના સમયમાં…

Read More

રાજકોટ શહેર જીલ્લા જેલ અમદાવાદની જડતી સ્ક્વોડે દરોડો પાડી ૪ મોબાઈલ ફોન પકડ્યા, સંડાસમાં છુપાવ્યા હતા ફોન

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૨.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જીલ્લા જેલ વધુ એક વખત પ્રતિબંધિત ચીજ એવા મોબાઈલ ફોન મળતા ખળભળાટ મચ્યો છે. રાજકોટ જેલમાંથી અગાઉ પણ તમાકુ, સિગારેટ, કેબલ, મોબાઈલ ફોન, બીડી, ફાકી સહિતની ચોજવાસ્તુઓ મળી આવી હતી. અમદાવાદ જડતી સ્ક્વોડે દરોડો પાડી ચેકીંગ કરતા સંડાસના પોખરામાં છુપાવેલા ૪ મોબાઈલ ફોન મળી આવતા જડતી સ્ક્વોડના જેલર દ્વારા પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરાવાઈ છે. જડતી સ્ક્વોડના જેલરે કહ્યુ કે જેલ છે કે રેઢુ પઠ આ બનાવ બીજી વખત બન્યો હોય. ફરીયાદ દાખલ કરી ખાસ સુચના આપવામાં આવી છે. કે આવુ…

Read More

રાજકોટ શહેરના મેંગો માર્કેટ નજીક એક ટ્રેકમાં અચાનક આગ ભભૂકી ઉઠી

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૨.૫.૨૦૨૦ ના રોજ રાજકોટના મેંગો માર્કેટ નજીક એક ટ્રેકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આથી આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. જો કે, આ અંગેની જાણ ફાયર બ્રિગેડને થતા ઘટનાસ્થળે ફાયર ફાઇટર દોડી આવ્યું હતું. અને પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર ફાઇટર દ્વારા આગ કાબૂમાં લેવામાં આવી હતી. પરંતુ ત્યાં સુધીમાં ટ્રકનો આગળનો ભાગ બળીને ખાખ થઇ ગયો હતો. આ બનાવમાં કોઇ જાનહાનિ સર્જાઇ નથી. ટ્રકમાં આગ ક્યાં કારણોસર લાગી તે જાણવા મળ્યું નથી. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેર રવિવારના દિવસે પણ લોકો ઓડ ઇવન પધ્ધતિથી દુકાનો ખોલી શકશે : ઉદિત અગ્રવાલ

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૨.૫.૨૦૨૦ ના રોજ રાજકોટના મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ દ્વારા રાજકોટવાસીઓ માટે એક મહત્વની જાહેરાત કરી છે. જેમાં ઓડ-ઈવન પધ્ધતિને લઇ એક મોટી જાહેરાત કરી છે. તેની સ્પષ્ટતા કરતાં રાજકોટના મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ દ્વારા એક વિડીયો મેસેજ જાહેર કરી કહેવાયું છે કે રાજકોટમાં દરેક દુકાનો કે જે જીવન જરૂરિયાત સિવાયની છે તેને એકી તારીખે રવિવાર હોય તો એક નંબર અને બેકી તારીખ હોય તો બે નંબરની દુકાનો ખૂલશે. આ રવિવારે તા.૨૪ છે. એટલે કે વેપારીઓ બેકી નંબરની દુકાનો ખોલી શક્શે. હવેથી આવશ્ય ચીજવસ્તુઓની દુકાનોને ઓડ-ઇવન…

Read More

દામનગર શહેર ખાતે હીરા ની દિશા ને પેલ પાડશે રત્નકલાકારો, બે માસના લાંબા વિરામ બાદ રવિવારે ફરી ધમધમશે હીરા ઉદ્યોગ 

દામનગર, દામનગર શહેર માં લોકડાઉન થી ૨૨ માર્ચ થી સતત બંધ રહેલ હીરા ઉદ્યોગ તારીખ ૨૪/૫/થી શરૂ થવા જઈ રહ્યો છે. સવાર ના ૭-૦૦ કલાક થી સાંજ ના ૪-૦૦ કલાક સુધી ના સમય દરમ્યાન સરકાર ની ગાઈડ લાઇન્સ અને ધારા ધોરણ થી  હીરા ઉદ્યોગ શરૂ કરવા જિલ્લા ડાયમંડ એશોસીએશન ના લલિતભાઈ ઠુંમર સાથે દામનગર ડાયમંડ એશો. ના અગ્રણીઓ એ કરેલ ચર્ચા વિચારણા બાદ દામનગર શહેર માં હીરા ઉદ્યોગ શરૂ કરવા સ્થાનિક પી.એસ.આઈ સાથે થયેલ વાતચીત માં સરકારની ગાઈડ લાઇન મુજબ હીરા ઉધોગે સોસિયલ ડિસ્ટન્ટ ફરજીયાત, માસ્ક, પાન માવા ખાઈ ને…

Read More

વેરાવળ ખાતે મુસ્લિમ આગેવાનો દ્વારા કિટ નુ વિતરણ કરવામાં આવ્યું

વેરાવળ , વિશ્વભર માં ફેલાયેલ કોરોના વાયરસ બિમારી ના લીધે આવી પડેલ તકલીફ માં સહભાગી થવા ગરીબ બેવા તેમજ અતિ જરૂરતમંદ એવા લોકો ને એક સરસ અને સામાન્ય કુટુંબને બે મહિના સુધી ચાલે તેવી મોટી કીટનું વિતરણ પવિત્ર રમઝાન માસ દરમિયાન કરવામાં આવેલ જેમાં 15 Kg. તેલ નો ડબ્બો,  25 Kg. ચોખા, 25 Kg. ઘઉં, એક શરબત ની બોટલ, એક ટમેટો કેચપ ની બોટલ, એક અચાર ની બોટલ , એક સેવ નુ પેકેટ, ચા, પાપડ નુ પેકેટ, મગ ની દાળ, ચણા ની દાળ, તુવેર ની દાળ, મરચા પાવડર, હળદર, પાવડર,…

Read More

કલોલ ખાતે સતત પાંચ દિવસ સુધી આયુર્વેદિક ઔષધિય કવાથ કેમ્પ શરૂ

કલોલ , કલોલ ખાતે ‘રોટરી ક્લબ’ તથા નિયામક તથા કલોલ નગર પાલિકા અને આયુષની કચેરી ગાંધીનગર ના સહયોગથી કલોલ શહેરના તમામ વોર્ડની જનતા માટે આજ થી સતત પાંચ દિવસ સુધી આયુર્વેદિક ઔષધિય કવાથ કેમ્પ શરૂ કરવામાં આવ્યો. જેમાં દરેક વોર્ડ ના રહિશોએ લાભ લીધો. રિપોર્ટર : વિજય પટેલ, ગાંધીનગર

Read More

રાજકોટમાં ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા કલેકટર કચેરીએ વિરોધ કરવા જતા કોંગ્રેસના કિસાન સેલના નેતા પાંલ આંબલીયાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી

રાજકોટ, જ્યારે વિશ્વ આખામાં કોરોનાની મહામારી ચાલી રહી છે. અને લોકડાઉનના કારણે ખેડૂતોને યોગ્ય પાકનો ભાવ ન મળતા ખેડૂતોમાં એક નિરાશા જોવા મળી રહી છે. ત્યારે રાજકોટ કોંગ્રેસ કિસાન સેલનાં નેતા પાલ આંબલિયા ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતાં કલેક્ટર કચેરીએ ડુંગળી, બટાકા અને કપાસની ભારીઓ લઈ વિરોધ કરવાં પહોંચ્યા હતા. ત્યારે પાલ આંબલિયાને વિરોધ વચ્ચેથી પોલીસે તેમની અટકાયત કરી હતી. અને પોલીસ લોકઅપમાં પુરાયા હતા. જો કે પાલ આંબલિયા અને કોંગ્રેસનો દાવો છે કે પોલીસે તેમને લોકઅપમાં ઢોર માર માર્યો છે. આંબલિયાની તબિયત પણ લથળી છે, જેથી વિવાદ વધુ વકર્યો…

Read More

રાજકોટ શહેર લોકડાઉન દરમિયાન રાજકોટ પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી બદલ પોલીસ કમિશનર દ્વારા પોલીસઅધિકારીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૧.૫.૨૦૨૦ ના રોજ વિશ્વભરમાં કોરોનાના કહેરમાં ગુજરાત પોલીસ દ્વારા દિવસ રાત ખુબ જ સારી કામગીરી કરવામાં આવી ત્યારે રાજકોટ પોલીસ દ્વારા ખુબ જ ચુસ્તપણે પાલન કરવા અને ખુબ જ સઘન ચેકિંગ પણ હાથ ધરાયું. રાજકોટ શહેર પોલીસ દ્વારા લોકડાઉનનું ચુસ્તપણે પાલન રાજકોટ શફેરી જનો પાસે કરાવી રહેલ છે. જેમાં લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યકિતઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં જાહેરનામું ભંગના કેસો તથા વાહનો ડિટેઇન કરવામાં આવેલ છે. રાજકોટ શહેર પોલીસે આ લોકડાઉન દરમિયાન સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોન દ્રારા મોનીટરીંગ. સી.સી.ટી.વી કેમેરા દ્વારા મોનીટરીંગ,…

Read More