રાજકોટ શહેર લોકડાઉન દરમિયાન રાજકોટ પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી બદલ પોલીસ કમિશનર દ્વારા પોલીસઅધિકારીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૧.૫.૨૦૨૦ ના રોજ વિશ્વભરમાં કોરોનાના કહેરમાં ગુજરાત પોલીસ દ્વારા દિવસ રાત ખુબ જ સારી કામગીરી કરવામાં આવી ત્યારે રાજકોટ પોલીસ દ્વારા ખુબ જ ચુસ્તપણે પાલન કરવા અને ખુબ જ સઘન ચેકિંગ પણ હાથ ધરાયું. રાજકોટ શહેર પોલીસ દ્વારા લોકડાઉનનું ચુસ્તપણે પાલન રાજકોટ શફેરી જનો પાસે કરાવી રહેલ છે. જેમાં લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યકિતઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં જાહેરનામું ભંગના કેસો તથા વાહનો ડિટેઇન કરવામાં આવેલ છે.

રાજકોટ શહેર પોલીસે આ લોકડાઉન દરમિયાન સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોન દ્રારા મોનીટરીંગ. સી.સી.ટી.વી કેમેરા દ્વારા મોનીટરીંગ, ખાનગી વાહુન્નો દ્રારા મોનીટરીંગ, ધાબા પોઇન્ટ દ્વારા મોનીટરીંગ ,પોલીસ સહરક્ષક નિમણુક વિગેરેની કામગીરી કરવામાં આવેલ છે. જે બદલ રાજકોટ પોલીસને પોલીસ કમિશનર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment