રાજકોટ,
જ્યારે વિશ્વ આખામાં કોરોનાની મહામારી ચાલી રહી છે. અને લોકડાઉનના કારણે ખેડૂતોને યોગ્ય પાકનો ભાવ ન મળતા ખેડૂતોમાં એક નિરાશા જોવા મળી રહી છે. ત્યારે રાજકોટ કોંગ્રેસ કિસાન સેલનાં નેતા પાલ આંબલિયા ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતાં કલેક્ટર કચેરીએ ડુંગળી, બટાકા અને કપાસની ભારીઓ લઈ વિરોધ કરવાં પહોંચ્યા હતા. ત્યારે પાલ આંબલિયાને વિરોધ વચ્ચેથી પોલીસે તેમની અટકાયત કરી હતી. અને પોલીસ લોકઅપમાં પુરાયા હતા. જો કે પાલ આંબલિયા અને કોંગ્રેસનો દાવો છે કે પોલીસે તેમને લોકઅપમાં ઢોર માર માર્યો છે. આંબલિયાની તબિયત પણ લથળી છે,
જેથી વિવાદ વધુ વકર્યો છે, ત્યારે તેમને લોકઅપમાં માર મારવા અંગે DCP જાડેજાએ તપાસ કરીશું એવું રટણ કર્યું છે. પોલીસે આ અંગે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી માત્ર તપાસ કરવાની વાતો કરી છે.
રિપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ