સાબરકાંઠાના જિલ્લા માં કોરોના નો કપરો કાળ

સાબરકાંઠા, વડાલી મા માણેક ચોક વિસ્તારમાં કોરોના પોજીટીવ કેશ મળી આવતા પોલીસ અને આરોગ્ય તંત્ર એક્શન માં…. દરદી રાજસ્થાન થી સફર કરી આવેલ જાણવા મળ્યું છે.. દરદી ની ઉમર આશરે 42 વષૅ જાણવા મળેલ છે…. એમ્બ્યુલન્સ ધ્વારા હિમતનગર સિવિલ માં રિફર કરાયો… માણેકચોક વિસ્તાર ને કન્ટેન્ટમેન્ટ એરીયા જાહેર કરવામાં આવ્યો છે નગરપાલિકા ધ્વારા માણેકચોક વિસ્તાર ને સેનેટાઈઝ કરવામાં આવ્યો છે ધર માં રહો અને સુરક્ષિત રહો…. રિપોર્ટર : ઋત્વિક પટેલ, સાબરકાંઠા

Read More

વલસાડ જિલ્લામાંથી પાંચમા દર્દીએ કોરોનાને આપી માત

વલસાડ, વલસાડ જિલ્લાના પાંચમા દર્દીએ કોરોનાને માત આપી હોસ્‍પિટલમાંથી રજા લઇ બહાર નીકળતા હોસ્‍પિટલની ટીમ દ્વારા ફુલોની વર્ષા કરી શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી. વલસાડ જિલ્લાના વાપી તાલુકાના બલીઠાના યુવકનું સેમ્‍પલ નેગેટીવ આવતાં આજે કોવિડ હોસ્‍પિટલ, સિવિલ, વલસાડ ખાતેથી રજા આપવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં આજદિન સુધી નોંધાયેલા કુલ-૧પ કોરોના પોઝિટિવ પૈકી પાંચ વ્‍યક્‍તિઓને રજા આપવામાં આવી છે, જ્‍યારે એકનું મોત થવા પામ્‍યું છે. હાલ જિલ્લામાં કોવિડ-૧૯ના ૯ પોઝીટીવ કેસો એક્‍ટીવ છે. વલસાડ જિલ્લામાં તા.૨૩/પ/૨૦૨૦ સુધીમાં લેવાયેલા ૩૨૬પ સેમ્‍પલ પૈકી ૩૨૪૬ સેમ્‍પલના રીપોર્ટ નેગેટીવ અને ૧૯ના રીપોર્ટ પોઝીટીવ આવ્‍યા છે. પરંતુ ચાર…

Read More

રાજકોટ શહેર ભાવનગર હાઇવે પર આવતા ત્રંબા-કસ્તુરબાધામ ખાતે જરૂરીયાતમંદ લોકોને સહાય પહોંચાડવામાં ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવ નિમિત્ત બન્યા

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૬.૫.૨૦૨૦ ના રોજ રાજુભાઇ ધ્રુવ ગામના સ્થાનિક આગેવાનોને સાથે રાખીને કચરો વીણતાં, પ્લાસ્ટિક વીણતાં અને ખેતમજૂરોના પરિવારોની ઘેર ઘેર મુલાકાત લઇને તેમની વ્યથાને સાંભળીને યથાશક્તિ હુંફ આપવાનો મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો હતો. આમાંના ઘણા પરિવારો નિરાધાર હતા. અને ઘરમાં કોઇ કમાઈ કરનાર વ્યક્તિ પણ ન હતી. આવા અસરગ્રસ્ત પરિવારોને માનવતાની હૂંફ આપવાનું પ્રેરક કાર્ય રાજુભાઈ ધ્રુવે કર્યું છે. રાજુભાઈ ધ્રુવે ત્રંબા ખાતે ગામમાં રહેતા આર્થિક રીતે અત્યંત સાધારણ સ્થિતિ ધરાવતા ઘણા લોકોની વ્યક્તિગત રૂબરૂ શુભેચ્છા મુલાકાત કરી હતી. રાજકોટ શહેર થી થોડા દૂર ભાવનગર તરફના રાજ્ય ધોરીમાર્ગ…

Read More

રાજકોટ શહેર કિશાન સંઘના પ્રમુખ સહિત દિલીપ સખીયા સહિત અંદાજે ૫૦ ખેડૂત આગેવાનોની અટકાયત

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૬.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ કિશાન સંઘના પ્રમુખ સહિત દિલીપ સખીયા સહિત અંદાજે ૫૦ ખેડૂત આગેવાનોની અટકાયત. જય જવાન જય કિસાન ના નારા લગાવ્યા. ખેડૂતોના પ્રશ્નોને લઈને રાજકોટના રેસકોર્ષ રીંગ રોડ પર વિરોધ કરતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. ખેડૂતોએ લસણ રસ્તા પર ઢોળીને વિરોધ કર્યો. ધિરાણ અને ખેડૂતોના ભાવ મુદ્દે ખેડૂત આગેવાનોએ ભારે વિરોધ કરે તે પહેલા જ અટકાયત કરવામાં આવી. ખેડુતોને ડુંગળીના ભાવ અને ધિરાણ ના અલગ અલગ પ્રશ્નોને લઇને ભારે વિરોધ કરવામાં આવે તે પહેલા જ પોલીસે પકડી લીધા. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેર રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા શ્રી.મહારાણા પ્રતાપ જન્મજયંતીની ભાવપૂર્વક ઉજવણી

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૫.૫.૨૦૨૦ ના રોજ શનિવારના જેઠ સુદ ત્રીજના રોજ તિથિ મુજબ હિંદવા સૂરજ ક્ષત્રિય કુળભૂષણ શ્રી.મહારાણા પ્રતાપસિંહના ૪૮૦મી જન્મજયંતિ નિમિતે સવારે ૯:૦૦ વાગ્યે રાજકોટ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા સોરઠીયાવાડી ચોક ખાતે શ્રી.મહારાણા પ્રતાપજીની પ્રતિમાને મહારાણા પ્રતાપ વંદના આરતી, હુલહાર તથા દીપક પ્રગટાવીને ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કોરોના વાઇરસ કોવિડ-૧૯ સોશિયલ ડિસ્ટન્સ અને લોકડાઉનના નિયમોનું પાલન કરીને મર્યાદિત સંખ્યામાં ક્ષત્રિય બંધુઓએ હાજર રહીને ઉજવણી કરી હતી. રાત્રે ૯:૦૦ કલાકે પણ શ્રી.રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના કાર્યાલય ખાતે આરતી, ફુલહાર, વંદના કરવામાં આવશે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેર રાજયમાં કતલખાના, માંસ, મચ્છી અને ઈંડાનું વેચાણ બંધ કરાવો

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૫.૫.૨૦૨૦ ના રોજ રાજયમાં કતલખાના, માંસ, મચ્છીની દુકાનો બંધ કરાવી માંસ, ઈંડા ચીન અને માછલીનું વેચાણ બંધ કરાવવા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટે રાજયનાં મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી . ટ્રસ્ટે ગૌવંશ હત્યા રોકવા અને જવાબદારો સામે કડક પગલા લેવા પણ માંગણી કરી હતી. કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્યના મંત્રી પ્રતિક સંઘાણી તથા સ્ટેટ એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્ય મિતલ ખેતાણીએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું હતું કે નોનવેજ માર્કેટ ફીશ, માર્કેટથી કોરાના ઝડપથી ફેલાય છે. અને તેની તકેદારીરૂપે જ કેન્દ્ર સરકાર નિર્દેશીત એનીમલ વેલ્ફેર બોર્ડ પણ આ માર્કેટ બંધ રાખવાનું સુચન સમગ્ર દેશમાં…

Read More