રાજકોટ શહેર વોડૅનં.૧૫ નવા થોરાળા મેઈન રોડ પર બોલબાલા ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને જમવાનું વિતરણ કરવામાં આવ્યું 

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૦.૫.૨૦૨૦ ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે વોર્ડનં.15 નવા થોરાળા મેઈન રોડ ઉપર બોલબાલા ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને જમવાનું આપવામાં આવેલ હતું. હાલ રાજકોટ ની અંદર ‘બોલબાલા ટ્રસ્ટ’ બહુ મોટું નામ ધરાવે છે. સમગ્ર રાજકોટ અંદર ભૂખથી પીડાતા લોકોને તેમના સુધી ભજન પહોંચાડવાનુ ઉમદાકાર્ય કરવામાં આવે છે. નવા થોરાળા મેઈન રોડ ત્યાંના સ્થાનિક આગેવાનો સેવાકીય કાર્યમાં ભાગ લીધો હતો. શેરીએ-શેરીએ જરૂરિયાતમંદ લોકોને ભજન પહોંચાડાયું હતું. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેરમાં અનેક લોકો ગેરકાયદેસર ધુસી ગયા-કોંગ્રેસનો આક્ષેપ

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૦.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા અને પોલીસ વિભાગે ચેક પોસ્ટ ઊભી કરી છે. તે માત્ર નામની છે. તેમ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા જણાવ્યું હતું. વોર્ડનં.15 ગંજીવાળા મહાકાળી વાળો મેઇન રોડ શેરીનં.2 પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ઉપર અજાણ્યા ચાર થી પાંચ લોકો રાત્રે આવ્યા હોવાની માહિતી મળતા, કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયા અને પ્રવીણભાઈ સુરાણી ને જાણ કરતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાંથી થોરાળા પોલીસ સ્ટેશન ને ફોન કર્યો બાદ કોર્પોરેટર રૂબરૂ પોલીસને લઇ સ્થળ પર ગયા હતા. ત્યારબાદ ત્યાં કનુભાઈ શીવાભાઈ તથા તેમના પરિવારજનો હાજર…

Read More