રાજકોટ શહેરમાં સસ્તા અનાજની એક દુકાનમાં ગેરરીતિ થતી હોવાની રાવ મળતા પુરવઠા વિભાગની ટીમે દરોડો પાડ્યો છે

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૫.૫.૨૦૨૦ ના રોજ રાજકોટના મવડી મેઇન રોડ ઉપર નવલનગર-૪ માં આવેલ વ્યાજબી ભાવના પરવાનેદાર જીતેન્દ્ર ભીખાભાઇ સોલંકી દ્વારા પોતાની સસ્તા અનાજની દુકાનમાંથી અનાજનો જથ્થો બારોબર મોકલવામાં આવતો હોવાની કલેકટર તંત્રને બાતમી મળી હતી. જેથી જિલ્લા કલેકટર રેમ્યા મોહનની સૂચનાથી પુરવઠા અધિકારી પૂજા બાવડાના માર્ગદર્શન હેઠળ પુરવઠા નિરીક્ષક પરસાણીયા અને ઝાલાએ દુકાન ઉપર દરોડો પડયો હતો. આ દૂકાનમાં તપાસ દરમિયાન ઓનલાઇન સ્ટોક પત્રક અને દુકાનમાં પડેલ હાજર જથ્થાની ગણતરી કરવામાં આવી હતી. જેમાં ઘઉંનો જથ્થો ૩૩૩૧ કિલો, ચોખાનો જથ્થો ૧૧૫૦ કિલો અને ખાંડનો જથ્થો ૪૭૮ કિલો ઓછો જોવા…

Read More

રાજકોટ શહેર લોકડાઉનમાં મોદી સ્કૂલમાં ફીની ઉધરાણીના વિરોધમાં N.S.U.I દ્વારા હંગામો

રાજકોટ,   રાજકોટ શહેર તા.૨૫.૫.૨૦૨૦ ના રોજ લોકડાઉનમાં પણ ખાનગી સ્કૂલ દ્વારા ફી વસૂલવાને લઇ વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટની મોદી સ્કૂલ દ્વારા વાલીઓને ફોન કરી અને ફી ભરવા દબાણ કરવામાં આવી રહ્યું હતું. D.E.O. દ્વારા મોદી સ્કૂલ સામે પગલા ન લેવાતા N.S.U.I મેદાનમાં આવ્યું. અને વિરોધ વ્યક્ત કર્યો. ત્યારે વિરોધ કરી રહેલા N.S.U.I ના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

શહેરા તાલુકાના નાથુજીના મુવાડા ગામે રહેતા 33 વર્ષના મહિલાને કોરના પોઝિટિવ આવ્યો

શહેરા, તા.૨૪-૫-૨૦ના રોજ સમય-૭-૩૦ રાત્રીના કલાકે  નાથુજીના મુવાડા તા. શહેરા ગામે કોરોના પોઝીટીવ કેસની જાણ થતા મામલતદાર, ભરવાડ સાહેબ, ર્ડો.ગઢવી, ટી.ડી.ઓ.શહેરા, કલ્પેશભાઈ પટેલ, અ.મ.ઈ.શહેરા હાજર રહેલા હતા . પંચમહાલ જિલ્લાના કુલ પોઝિટિવ કેસ ની સંખ્યા  પંચમહાલ જિલ્લાના કુલ qપોઝિટિવ કેસ ની સંખ્યા 74 થઈ 63 ની રિકવરી થઈ અને 6 ના મોત   રિપોર્ટર : તૌફીક અન્સારી, શહેરા

Read More

રાજકોટ શહેરના નાયબ કલેકટરની ૨૭ વર્ષીય પુત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૫.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં કોરોનાનો વધુ એક પોઝીટીવ કેસ નોંધાયો. રાજકોટના નાયબ કલેકટરની પુત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ૨૭ વર્ષીય જાનકી અમદાવાદથી પરત આવતા થોડા લક્ષણો દેખાતા તરત જ શહેરમાં આવેલ ક્રાઈસ્ટ હોસ્પિટલમાં દાખલ થયા જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એ સિવાય પણ આજે રાજકોટના જસદણના જંગવડ ગામમાં એક ૮૦ વર્ષીય વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ અમદાવાદના રેડ ઝોન વિસ્તાર મહિરામપુરાથી જંગવડ ગામે ત્રણ દિવસ પહેલા આવ્યા હતા. આ વૃદ્ધાને જંગવડની આશાવર્કર અને ફિમેલ હેલ્થ વર્કર જસદણની સરકારી હોસ્પિટલમાં કોરોનાના સેમ્પલ માટે લઈને…

Read More

ઢસા જંકશન માં ઈદ ઉલ ફિતર ની નમાજ સુન્ની મુસ્લિમ સમાજ ના લોકો એ લોકડાઉન 4 નું પુરેપુરો ચુસ્ત પાલન કર્યું

ઢસા,      ગઢડા તાલુકાના ઢસા જંકશન ના મુસ્લિમ સમાજ આગેવાનો રહીમભાઈ k.g.n. શોપ વાળા મનસુરભાઈ સેલોત ઉમરભાઈ બેલીમ ની આગેવાની માં ઢસા સુન્ની મુસ્લિમ સમાજ ના લોકો એ રમજાન માસ શરુઆત થી લઈ ને આજ ઈદ ના દિવસ સુધી તમામ મુસ્લિમ સમાજ નાં લોકોએ ઘર ની અંદર રહી રમજાન માં નમાજ અદા કરી હતી. ઢસા જંકશન નાં P. S. I રાવલ દ્વારા લોકડાઉન નાં પગલે સમગ્ર ઢસા જંકશનમાં કરેલ સરાહનીય કામગીરી બદલ ઢસા સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા

Read More