કલોલ ખાતે પૃથ્વીરાજસિંહ ચૌહાણ ની જન્મજયંતિ નિમિતે રાજપૂત યુવા સંગઠન દ્વારા કીટ વિતરણ

કલોલ માં પૃથ્વીરાજસિંહ ચૌહાણ ની જન્મ જયંતિ ના નિમિતે રાજપૂત યુવા સંગઠન દ્વારા કોરોના ની મહામારીમાં ગરીબ તેમજ શ્રમિકોને કીટ નુ વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણ માં સત્યનારાયણ મંદિર કલોલ ના મહંત શ્રી રામમનોહર દાસજી મહારાજ અને કલોલ નગરપાલિકાના Ex .પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાધેલા, કાઉન્સીલર યંસવનતસિંહ રાઠોડ, રાજપૂત સમાજ આગેવાન દિપકસિંહ ગોહિલ તથા રાજપૂત સમાજ ભાઈ ઓ દ્વારા કીટ વિતરણ કરવામાં આવ્યું. રિપોર્ટર : વિજયભાઈ પટેલ, ગાંધીનગર

Read More

બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના ઢસા જંકશન માં શ્રમિકો ની વતન વાપસી

ઢસા, તા.21/5/2020 ગુરુવાર ના રોજ ઢસા જંકશન ગામે ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા બિહાર રાજ્યના – 29 શ્રમિકોને તેમના વતન તરફ જવા માટે લકઝરી બસ દ્વારા સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગર થી ટ્રેન દ્વારા બિહાર રાજ્યમાં જવા માટે સન્માનજનક પ્રસ્થાન કરાવવામાં આવ્યું. તેમજ સરપંચ ભરતભાઈ કટારીયા તેમજ ત.ક.મંત્રી હરદીપ સિંહ પરમાર તેમજ રમેશભાઈ લાગા વદરા, દેવેન્દ્ર ભાઈ જોશી, મનોજ ભાઈ પઢારીયા, આકાશ ભાઈ મેર, યુસુફભાઇ આકબાણી દ્વારા શ્રમિકોને તેમના વતન તરફ પ્રસ્થાન કરાવવામા આવેલ. રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા

Read More

રાજકોટ શહેરમાં માત્ર ડિલિવરી કરવાની શરતે ચાની હોટલો ખુલી રાખવા મહાનગર પાલિકા દ્વારા છૂટ અપાઈ

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૧.૫.૨૦૨૦ ના રોજ લોકડાઉન-૪ અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં કન્ટેઇનમેન્ટ ઝોન અને નોન-કન્ટેઇનમેન્ટ ઝોનમાં દુકાનો ખુલ્લી રાખવા બાબતમાં જે આદેશ કરવામાં આવ્યા છે. તેને અનુસરીને તેમજ જાહેર સ્વાસ્થ્યના હિતમાં આવશ્યકતા અનુસાર જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવી રહ્યા છે. તેમ જણાવી મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે કહ્યું હતું કે, શહેરમાં કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ચાની હોટલો ખુલી રાખવા થયેલી રજૂઆત અને લોકલાગણી અને માગણીને નજર સમક્ષ રાખી ચાની હોટલોને માત્ર ચાની ડિલિવરી કરવાની ખાસ શરતે જ સવારે ૮ થી બપોરના ૪ વાગ્યા સુધી જ ચાલુ રાખવા મંજૂરી…

Read More

રાજકોટ શહેર ધમણ-૧ કે અન્ય કોઈપણ વેન્ટિલેટરના નિર્માણ કે ઉપયોગમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા- DCGI ના લાયસન્સની આવશ્યકતા નથી

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૧.૫.૨૦૨૦ ના રોજ ધમણ-૧ કે અન્ય કોઈપણ વેન્ટિલેટરના નિર્માણ કે ઉપયોગમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા- DCGI ના લાયસન્સની આવશ્યકતા નથી. ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ  ડૉ.વી.જી.સોમાણીએ જણાવ્યું છે કે, મેડિકલ ડિવાઇસ રૂલ્સ-૨૦૧૭ના રેગ્યુલેશન અંતર્ગત હાલમાં વેન્ટિલેટર માટે રાજ્ય કે કેન્દ્ર સરકારના કોઈ જ લાયસન્સની આવશ્યકતા નથી. એટલું જ નહી, મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલ્ફેર એ તા.૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૦ના જી.એસ.આર.૧૦૨(E) નોટિફિકેશન બહાર પાડ્યું છે. તા.૧ એપ્રિલ, ૨૦૨૦થી અસરકર્તા આ નોટિફિકેશનમાં ૩૭ વસ્તુઓની યાદી છે. જેના લાયસન્સની આવશ્યકતા છે. આ ૩૭ વસ્તુઓમાં વેન્ટિલેટરનો સમાવેશ કરાયો નથી. એટલે કે,…

Read More

રાજકોટ શહેરમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા, ૧ લાખની લોન લેવા લોકોના ટોળા ઉમટ્યા

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૧.૫.૨૦૨૦ ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ૧ લાખની લોન અંગેના ફોર્મ વિતરણ કરવાનો શુભારંભ થઇ ગયો છે. ત્યારે સવારથી જ લોકોની લાંબી કતારો જોવા મળી છે. લોન લેવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. રાજકોટમાં બેંકમાં, કચેરીમાં નાના વેપારીઓ, ફેરિયાઓ તેમજ અન્ય લોકો ૧ લાખની લોનના ફોર્મ લેવા માટેની પડાપડી જોવા મળી હતી. રાજકોટના પારેવડી ચોક ખાતે આવેલી નાગરિક બેંકની શાખા પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ત્યારે આ સમયમાં પણ સોશિયલ ડિસ્ટન્સના પણ લીરેલીરા ઉડી ગયા હતા. નિયમોનું પણ ઉલ્લંધન કરવામાં આવી…

Read More

રાજકોટ શહેર ટાઈડ ગ્રાન્ટની રકમ બેઝીક કામોમાં વપરાય તો ગ્રાન્ટ વેડફાતી બચે : વિજય કોરાટ

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૧.૫.૨૦૨૦ ના સરકાર દ્રારા ૧૫ મા નાણાપંચ ૨૦૨૦-૨૦૨૧ ના કામો નક્કિ કરવાની ગાઈડ-લાઇન ઇશ્યુ કરેલ છે. જે બાબતે ૧૫ માં નાણાપંચ ૨૦૨૦-૨૦૨૧ ના કામો નક્કિ કરવા મળવાપાત્ર અંદાજીત રકમ ના ૫૦% બેઝીક તથા ૫૦% રકમ ટાઈડ હેડે કામોનુ આયોજન કરવા અંગે ગ્રામ પંચાયતોને સુચના મળેલ છે. આ બાબતે ઘણી બધી વિસંગતતાઓ રહેલ હોઇ ગ્રામ્ય સરપંચ સંગઠન-રાજકોટના પ્રમુખ વિજયભાઈ કોરાટ દ્રારા વહિવટી તંત્રને રજુઆત કરેલ છે. સાથો સાથ ઉચ્ચકક્ષા એ પણ ધ્યાન દોરેલ છે. કોર્પોરેશન હદ વિસ્તારની નજીક ના ઓજી વિસ્તારના મોટાભાગના ગામો તથા બિજા અન્ય ઘણા બધા…

Read More

રાજકોટના યુનિવર્સિટી રોડ જલારામ પાર્ક-૨ સોસાયટી ના મેમ્બરો દ્રારાકોરોના સામેની લડાઈમાં પ્રજાને હેલ્પફુલ થનાર કોરોના વોરીયર્સ પોલીસ/પત્રકારો નું સન્માન કરવામાં આવ્યું

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૦.૫.૨૦૨૦ ના રોજ રાજકોટના યુનિવર્સિટી રોડ જલારામ પાર્ક-૨ સોસાયટી ના મેમ્બરો દ્રારા કોરોના સામેની લડાઈમાં પ્રજાને હેલ્પફુલ થનાર કોરોના વોરીયર્સ પોલીસ અને પત્રકારો નું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં “ધ વોઇસ ઓફ રાજકોટ” ના ઓનર-તંત્રી કૃણાલભાઈ મણિયાર અને P.I સુખવીન્દ્રસિંઘ ગડડુ નું સન્માન કરવામાં માં આવ્યું હતું. જે સન્માન જલારામ પાર્ક-૨ સોસાયટી ના સંજયભાઈ સોની, નિર્મળસિંહ જાડેજા, એડવીન પંડિયન, ગૌરાંગ ભટ્ટ, ધવલ માણેક, જેન્તીભાઈ ગગલાણી, રાજભા જાડેજા, રશ્મિનભાઈ રતપરા, વિરલભાઈ મેહતા, જાતિનભાઈ ભટ્ટ, દીપકભાઈ પીઠડીયા અને નીરવ ઉદેશી દ્રારા કરવામાં આવ્યું હતું.   રિપોર્ટર : દિલીપ…

Read More