રાજકોટ શહેર ટાઈડ ગ્રાન્ટની રકમ બેઝીક કામોમાં વપરાય તો ગ્રાન્ટ વેડફાતી બચે : વિજય કોરાટ

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૧.૫.૨૦૨૦ ના સરકાર દ્રારા ૧૫ મા નાણાપંચ ૨૦૨૦-૨૦૨૧ ના કામો નક્કિ કરવાની ગાઈડ-લાઇન ઇશ્યુ કરેલ છે. જે બાબતે ૧૫ માં નાણાપંચ ૨૦૨૦-૨૦૨૧ ના કામો નક્કિ કરવા મળવાપાત્ર અંદાજીત રકમ ના ૫૦% બેઝીક તથા ૫૦% રકમ ટાઈડ હેડે કામોનુ આયોજન કરવા અંગે ગ્રામ પંચાયતોને સુચના મળેલ છે. આ બાબતે ઘણી બધી વિસંગતતાઓ રહેલ હોઇ ગ્રામ્ય સરપંચ સંગઠન-રાજકોટના પ્રમુખ વિજયભાઈ કોરાટ દ્રારા વહિવટી તંત્રને રજુઆત કરેલ છે. સાથો સાથ ઉચ્ચકક્ષા એ પણ ધ્યાન દોરેલ છે. કોર્પોરેશન હદ વિસ્તારની નજીક ના ઓજી વિસ્તારના મોટાભાગના ગામો તથા બિજા અન્ય ઘણા બધા ગામોમા પાણીના તથા સેનીટેશનના કામો પુર્ણ થયેલ છે. મંજુર થયેલ હાલતમા પેન્ડિંગ રહેલ છે. જેથી ટાઇડ ગ્રાંટની રકમનુ આયોજન ફરજીયાત થતા બિન-જરૂરી પણે ખર્ચ કરવાનુ ફરજીયાત થાય તેમ છે. ડોર ટુ ડોર કલેકશન અંગે જે ગામો પાસે પહેલી જ વ્યવસ છે. તેવા ગામોએ આ ગ્રાંટ વાપરવી મુશ્કેલ છે. તથા ૧૦૦% ભુગર્ભ વાળા ઘણા ગામોમા પણ આ ગ્રાંટ વાપરવી મુશ્કેલ છે. જેથી આવુ આયોજન ફરજીયાત હોય ગ્રાંટની રકમ વેડફાય તેવુ જણાય છે. રાજકોટ જિલ્લા ગ્રામ્ય સરપંચ સંગઠન પ્રમુખ વિજયભાઈ કોરાટ દ્રારા ઉચ્ચકક્ષા એ રજુઆત કરેલ છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment