રાજકોટ શહેરમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા, ૧ લાખની લોન લેવા લોકોના ટોળા ઉમટ્યા

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૧.૫.૨૦૨૦ ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ૧ લાખની લોન અંગેના ફોર્મ વિતરણ કરવાનો શુભારંભ થઇ ગયો છે. ત્યારે સવારથી જ લોકોની લાંબી કતારો જોવા મળી છે. લોન લેવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. રાજકોટમાં બેંકમાં, કચેરીમાં નાના વેપારીઓ, ફેરિયાઓ તેમજ અન્ય લોકો ૧ લાખની લોનના ફોર્મ લેવા માટેની પડાપડી જોવા મળી હતી. રાજકોટના પારેવડી ચોક ખાતે આવેલી નાગરિક બેંકની શાખા પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ત્યારે આ સમયમાં પણ સોશિયલ ડિસ્ટન્સના પણ લીરેલીરા ઉડી ગયા હતા. નિયમોનું પણ ઉલ્લંધન કરવામાં આવી રહ્યું છે. આ પહેલા લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે જ વહેલી સવારથી જ પાન-મસાલાની દુકાનોમાં પડાપડી થઇ હતી.

ત્યારબાદ હવે લોકો ૧ લાખની લોન માટેના ફોર્મ લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment