કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી કોઇ બહાર ના નીકળે એ માટે દાહોદ ટાઉન પોલીસ દ્વારા ગોઠવાયેલો સખત બંદોબસ્ત

દાહોદ, દાહોદમાં એક કરતા વધુ કોરોના વાયરસના કેસ મળવાના કારણે કન્ટેઇન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલા જૂના વણકર વાસ અને ઘાંચીવાડમાં રહેતા અન્ય નાગરિકોને રોજબરોજની જરૂરિયાતની કોઇ તકલીફ ના પડે એવી વ્યવસ્થા સ્થાનિક નગરપાલિકા અને દાહોદ ટાઉન પોલીસ તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે. આ વિસ્તારમાંથી કોરોના વાયરસનો જેવો પ્રથમ કેસ મળ્યો કે તુરંત જ નગરપાલિકાના મુખ્ય અધિકારી અતુલ સિંહા તથા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર વસંત પટેલે આરોગ્ય વિભાગને સાથે રાખી કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી આરંભી દીધી હતી અને જૂના વણકરવાસમાંથી ૬૩ અને ઘાંચીવાડમાંથી ૧૧ મળી કુલ ૭૪ વ્યક્તિને સરકારી ક્વોરોન્ટાઇન કરી દીધી…

Read More

સંત નિરંકારી મિશન દ્વારા બાબા હરદેવસિંહ મહારાજને અર્પિત કરી શ્રદ્ધાંજલિ

દાહોદ, નિરંકારી મિશનના પૂર્વ માર્ગદર્શક બાબા હરદેવ સિંહ જી મહારાજની પુણ્ય સ્મૃતિમાં દર વર્ષે ૧૩ મે ના રોજ “સમર્પણ દિવસ” મનાવવામાં આવે છે. આ વર્ષે કોરોના મહામારીના વૈશ્વિક સંકટને જોતા સરકારના નિર્દેશોને ધ્યાનમાં રાખી કોઈ પણ વિશેષ સત્સંગ સમારંભનું આયોજન ન કરતા ઘરે થી જ ઓનલાઈન ગુરુચર્ચાના માધ્યમથી નિરંકારી ભક્ત બાબા હરદેવ સિંહ જી પ્રત્યે પોતાના શ્રદ્ધા ભાવ અર્પિત કર્યો. દાહોદ ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ જ એ જણાવ્યું કે બાબા હરદેવસિંહજી નિરંકારી મિશનના આધ્યાત્મિક પ્રમુખ તરીકે ૩૬ વર્ષ પોતાનું પ્રેરક માર્ગદર્શન પ્રદાન કર્યું અને ચાર વર્ષ પહેલાં આજ ના દિવસે (૧૩…

Read More

શહેરા માં કોરોનાને પ્રવેશતો અટકાવવા માટે લૉકડાઉનનો ચુસ્ત અમલ

શહેરા માં કોરોનાને પ્રવેશતો અટકાવવા માટે લૉકડાઉનનો ચુસ્ત અમલ કરવામાં આવે છે. કોરોના સામેની લડાઈમાં શિસ્ત અને આયોજન અંગે અનુકરણીય ઉદારણ પુરૂ પાડતા પંચમહાલ જિલ્લાના કેટલાક ગામો કોરોના સંકમણને છેટે રાખી રહ્યા છે.પંચમહાલ જિલ્લાનું શહેરા તાલુકા માં આજ સુધી એક પણ કોરોના કેસ નોંધાયા નથી. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાંથી મોટાભાગના 63 કેસ નોંધાયા. તે ધ્યાનમાં લઈને આપણા શહેરા તાલુકામાં પણ લૉકડાઉન નો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. કોરોના સંક્રમણની શરૂઆત થતાં જ શહેરા નગરપાલિકા ટીમ અને મામલતદાર, પ્રાંત તેમજ શહેરા પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ.પ્રજાપતિ સૌ સાથે મળીને…

Read More

રાજકોટ શહેર શાકભાજીના ધંધાર્થીઓએ પૈસાની લેવડ-દેવડ માટે બે ડબ્બા રાખવાની નવી પહેલ શરૂ કરાવતા મ્યુનિ. કમિશનર

રાજકોટ રાજકોટ શહેર તા.૧૩.૫.૨૦૨૦ ના રોજ વોર્ડનં.૭માં જાગનાથ વિસ્તારમાં હાલના તબક્કે, શાકભાજી વેંચતા ૭ થી ૮ જેટલા ધંધાર્થીઓને પોતાની રેંકડીમાં પૈસાની લેવડ-દેવડ માટે બે જુદાજુદા ડબ્બાનો ઉપયોગ શરૂ કરવા સમજાવવામાં આવ્યા હતાં. અને તેઓએ આ નવી સિસ્ટમ અમલમાં પણ મુકી દીધી છે. ગ્રાહકોએ શાકભાજી ખરીદી કર્યા બાદ જાતે જ તેના નાણાં એક ડબ્બામાં નાંખી દેવાના હોય છે. ગ્રાહકો પાસેથી આવતા આ પૈસાને શાકભાજીના ધંધાર્થી ૨૪ કલાક સુધી હાથ પણ નથી અડાડતા. નિષ્ણાંતોના મત અનુસાર ૨૪ કલાકમાં વાયરસ ખતમ થઇ જતો હોય છે. એટલે ધંધાર્થી ૨૪ કલાક બાદ તેનો ઉપયોગ કરે…

Read More

કર્ણાટકથી દીકરીઓને પરત લાવવા માટે ખેડૂત પરિવારે યુવા નેતા પ્રવીણભાઇ રામને કરી હતી રજૂઆત

માંગરોળ, ગીર સોમનાથ જિલ્લાના વાવડી ગામના એક સામાન્ય ખેડૂત પરિવારની અને આદ્રી ગામના પરિવારની એમ 2 દીકરીઓ કર્ણાટક અભ્યાસ કરતી હતી , કોરોનાના કારણે કર્ણાટકની સંસ્થામાં અભ્યાસ કરતી તમામ દીકરીઓ પોતાના ઘરે પહોંચી ગઇ હતી પરંતુ ગુજરાતની માત્ર આ 2 દીકરીઓ જ એકલી ત્યાં સંસ્થામાં ફસાયેલી હતી, દીકરાઓ હોઇ તો ચાલે પરંતુ દીકરીઓ હતી એટલે સ્વાભાવિક રીતે એમના પરિવારને ખૂબ ચિંતા થતી હતી , અને 2200 કિલોમીટર દૂર આવેલી આ દીકરીઓને લઇ લાવવા માટે કર્ણાટકથી ખાલી 2 દીકરીઓને કોઈ અજાણ્યા ડ્રાઇવર સાથે લઈ આવવી શક્ય નહોતી એટલે ગીર સોમનાથથી જ…

Read More

રાજકોટ વાસીઓ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો મોટો નિર્ણય…..

રાજકોટ, જ્યારે ગુજરાત રાજ્યમાં દિન-પ્રતિદિન કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લામાં કોરોના દર્દીઓમાં સતત સુધારો થઈ રહ્યો છે. જ્યારે 14 મેના રોજ રાજકોટના મહાનગરોમાં ઉદ્યોગ-ધંધા ફરી શરૂ કરવા માટેની મંજૂરી જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવશે તેવો મહત્વનો નિર્ણય કર્યો હતો. જ્યારે આવા ઉદ્યોગ-ધંધા શરૂ કરવાની પરવાનગી રાજકોટમાં માત્ર કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તાર સિવાયના વિસ્તારોમાં આપવામાં આવશે. રીપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Read More

રાજકોટના આહિર ચોકમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીયો એકઠા થયા હતા….

રાજકોટ, જ્યારે ગુજરાત રાજ્યમાં દિન-પ્રતિદિન કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે આજે રાજકોટના આહિર ચોકમા પરપ્રાંતિયો મોટી સંખ્યામાં પોતાના વતન જવા માટેની માંગ સાથે એકઠા થયા હતા. અને તમામ શ્રમિકો પોતાના વતન જવા માટે નારા લગાવાની સાથે ધરણા પર બેસી ગયા હતા. ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા શ્રમીકોને સમજાવવામાં આવ્યા હતા. અને ત્યાર બાદ મામલો થાળે પડ્યો હતો. રીપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Read More

રાજકોટ શહેર નગરસેવક વિજયભાઇ વાંકે ૩પ૦૦૦ પરિવારોને ૭-૭ કિલો ડુંગળીનું વિતરણ કરવાનો સંકલ્પ પુરો કર્યા બાદ જ અન્નનો દાણો મોઢામાં નાખ્યો હતો

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૨.૫.૨૦૨૦ ના રોજ વોર્ડનં.૧ર ના કોર્પોરેટર વિજયભાઇ વાંકએ જણાવ્યું હતું કે અમે ગઇકાલથી ડુંગળી વિતરણ શરુ કયુ હતું. ૩પ૦૦ લોકોને વ્યકિત દીઠ ૭-૭ કિલો ડુંગળી મળી રહે તે માટેનું અમારું આયોજન હતું. ૧ર૦૦ મણ ર૪૦૦૦ કિલો ડુગળી અમે ખેડુતો પાસેથી ૯૦ રૂપિયાના ભાવની મણ લેખે ખરીદી કરી હતી. મારા પિતાશ્રી બાબભાઇ રામભાઇ વાંક દ્વારા આ સેવાયજ્ઞ અવિરત શરુ કરવામાં આવ્યો છે. ૧૮૦૦ મણ ઘંઉ આપવામાં આવ્યા છે. ત્યારબાદ લોકોને ડુંગળી આપીએ પરંતુ ગઇકાલે ડુંગળી વિતરણ કરતાં હતા. ત્યારે પોલીસ દ્વારા તવાઇ કરી મને ચાર થી પાંચ કલાક…

Read More