કર્ણાટકથી દીકરીઓને પરત લાવવા માટે ખેડૂત પરિવારે યુવા નેતા પ્રવીણભાઇ રામને કરી હતી રજૂઆત

માંગરોળ,

ગીર સોમનાથ જિલ્લાના વાવડી ગામના એક સામાન્ય ખેડૂત પરિવારની અને આદ્રી ગામના પરિવારની એમ 2 દીકરીઓ કર્ણાટક અભ્યાસ કરતી હતી , કોરોનાના કારણે કર્ણાટકની સંસ્થામાં અભ્યાસ કરતી તમામ દીકરીઓ પોતાના ઘરે પહોંચી ગઇ હતી પરંતુ ગુજરાતની માત્ર આ 2 દીકરીઓ જ એકલી ત્યાં સંસ્થામાં ફસાયેલી હતી, દીકરાઓ હોઇ તો ચાલે પરંતુ દીકરીઓ હતી એટલે સ્વાભાવિક રીતે એમના પરિવારને ખૂબ ચિંતા થતી હતી , અને 2200 કિલોમીટર દૂર આવેલી આ દીકરીઓને લઇ લાવવા માટે કર્ણાટકથી ખાલી 2 દીકરીઓને કોઈ અજાણ્યા ડ્રાઇવર સાથે લઈ આવવી શક્ય નહોતી એટલે ગીર સોમનાથથી જ કર્ણાટક જવું પડે અને ત્યાંથી દીકરીઓને લઈને આવવું પડે એટલે આવી પરિસ્થિતિમાં પરમીશન મળવી પણ અઘરી હતી તેમજ સાથે સાથે 2 થી 3 રાજ્યમાંથી પસાર થઈને જવું પડે એટલા માટે પરિવારે તો આશા મૂકી જ દીધી હતી. પરંતુ પરિવારના વ્યક્તિ દ્વારા સફળ આંદોલનકારી અને યુવા નેતા પ્રવીણભાઇ રામને વાત કરતા પ્રવીણભાઇ રામે આ ખેડૂત પરિવારને સાંત્વના આપી હતી અને ત્યારબાદ પ્રવિણભાઈ રામે પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક સાથે વાત કરતા સાંસદ ત્યાં કર્ણાટક ના સાંસદનો સંપર્ક કરી દીકરીઓને કોઈ મુસીબત ના પડે એ માટે વ્યવસ્થાઓ ગોઠવી દીધી હતી અને ત્યારબાદ પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, યુવા આગેવાન પ્રવીણભાઇ રામ,પોરબંદર જિલ્લા ભાજપ મંત્રી લીલાભાઇ રાવલીયા અને ફેનીલકુમાર જેવા આ બધા આગેવાનોએ સાથે મળીને રમેશભાઈ ધડુકના માર્ગદર્શન હેઠળ મહામહેનતે સરકારમાંથી પરમીશન લેવડાવી તેમજ કર્ણાટક બોર્ડર ઉપર પરમીશન હોવા છતાં અંદર ના જવા દેતા પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા કર્ણાટકના મુખ્યમંત્રી સાથે વાત કરી કર્ણાટક માં ગાડીનો પ્રવેશ કરાવ્યો હતો અને ત્યારબાદ અનેક મુસીબતમાં આ આગેવાનોએ સાથે રહીને ફસાયેલી આ દીકરીઓને ઘરે પરત પહોચાડવામાં સફળ રહ્યા.
સામાન્ય રીતે રાજકીય માણસો પોતાના મત વિસ્તારના લોકોના જ કામ કરતા હોય છે અને ક્યારેક તો એ પણ થતાં નથી પરંતુ આ ઘટનામાંથી આવા રાજકીય વ્યક્તિઓએ પ્રેરણા લેવા જેવી એ બાબત છે કે કર્ણાટકમાં ફસાયેલી આ દીકરીઓ કે એમનો પરિવાર ઉપરના એક પણ વ્યક્તિના મતવિસ્તાર માં નથી આવતો આમ છતાં માનવતાની દ્રષ્ટીએ આ તમામ આગેવાનોએ એક નાના ખેડૂત પરીવારની વાત સાંભળી અને સાથે રહીને એમના કાર્યનો નિકાલ પણ કરાવ્યો.

રિપોર્ટર : મીલન બારડ, માંગરોળ

Related posts

Leave a Comment