રાજકોટ
રાજકોટ શહેર તા.૧૩.૫.૨૦૨૦ ના રોજ વોર્ડનં.૭માં જાગનાથ વિસ્તારમાં હાલના તબક્કે, શાકભાજી વેંચતા ૭ થી ૮ જેટલા ધંધાર્થીઓને પોતાની રેંકડીમાં પૈસાની લેવડ-દેવડ માટે બે જુદાજુદા ડબ્બાનો ઉપયોગ શરૂ કરવા સમજાવવામાં આવ્યા હતાં. અને તેઓએ આ નવી સિસ્ટમ અમલમાં પણ મુકી દીધી છે. ગ્રાહકોએ શાકભાજી ખરીદી કર્યા બાદ જાતે જ તેના નાણાં એક ડબ્બામાં નાંખી દેવાના હોય છે. ગ્રાહકો પાસેથી આવતા આ પૈસાને શાકભાજીના ધંધાર્થી ૨૪ કલાક સુધી હાથ પણ નથી અડાડતા. નિષ્ણાંતોના મત અનુસાર ૨૪ કલાકમાં વાયરસ ખતમ થઇ જતો હોય છે. એટલે ધંધાર્થી ૨૪ કલાક બાદ તેનો ઉપયોગ કરે તે ઇચ્છનીય છે. ગ્રાહકોએ વધઘટના નાણાં પાછા લેવા માટે ત્યાં બીજા ડબ્બામાં રહેલા પૈસામાંથી પોતાનો હિસાબ સરભર કરવાનો રહે છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ