નિર્ધારિત ઉંમર પહેલા છોકરા-છોકરીઓના લગ્ન ન કરાવવા માટે લગ્ન પ્રતિબંધક અધિકારી દ્વારા જાહેર જનતાને અનુરોધ

 હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

     હિંદુ પ્રચાંગ મુજબ આગામી તા.૨૨/૦૪/૨૦૨૩ શનિવારના રોજ અક્ષય તૃતીયા (અખાત્રીજ) છે. આ દિવસે મોટા પ્રમાણમાં છોકરા છોકરીના લગ્ન થવાની સંભાવનાઓ રહેલી છે. છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં હજી પણ સામાજિક પ્રથા પ્રમાણે લગ્નો થતા હોય છે. ઘણા જાતિ સમુદાયોમાં સગીર વયના છોકરા-છોકરીઓના લગ્ન કરાવવામાં આવે છે. જેની માઠી અસર સમાજ અને પરિવાર ઉપર થતી હોય છે. બાળલગ્ન પ્રતિબંધ અધિનિયમ-૨૦૦૬ મુજબ બાળ લગ્નએ કાનૂની અપરાધ છે. છોટાઉદેપુર જિલ્લામાં બાળ લગ્નો અટકાવવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા જાહેર જનતાને સરકારશ્રીના કાયદા મુજબ છોકરીના લગ્ન ૧૮ વર્ષ અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા લગ્ન ન કરાવવા માટે અપીલ કરે છે. નિર્ધારીત ઉંમર કરતાં વહેલા લગ્ન ન કરાવવામાં આવે તે માટે સમુહ લગ્નોના આયોજકો, સામાજિક આગેવાનો, ગોર મહારાજ, લગ્ન કરાવનાર કાજી, પાદરી, રસોયા, મંડપ ડેકોરેટ્ર્સ, ફોટોગ્રાફર તથા લગ્ન કરાવનાર વર અને કન્યા પક્ષના બન્ને પરિવારજનોને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા બાળ લગ્નો અટકાવવા વખતોવખત જણાવવામાં આવે છે. જો આપના વિસ્તારમાં કે ગામમાં આવા બાળ થતા જોવા મળે તો જવાબદારી સમજી બાળલગ્ન અટકાવવા સમાજ સેવાના ભાગરૂપે પોલીસ અથવા સી.એન.માકાણા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની ક્ચેરીનો સંપર્ક નં. ૦૨૬૬૯ ૨૩૩૩૮૪ આર.જે.રાઠવા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરીનો સંપર્ક નં. ૦૨૬૬૯-૨૩૩૩૮૫, ઉપરાંત ચાઇલ્ડ લાઇન સંપર્ક નં.૧૦૯૮, પોલીસ સંપર્ક નં.-૧૦૦, અભયમ મહિલા હેલ્પ લાઇન-૧૮૧ નો સંપર્ક કરવો. બાળ લગ્ન અટકાવવા અંગેની માહિતી આપનારની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી, છોટા ઉદેપુરની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.  

Related posts

Leave a Comment